SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) અધર્માસ્તિકાય :- જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાય કરનારું દ્રવ્ય તે અધર્માસ્તિકાય. તે ચૌદ રાજલોકવ્યાપી દ્રવ્ય છે. (૩) આકાશાસ્તિકાય:- જીવ અને પુદ્ગલને રહેવા માટે સ્થાન આપનારું દ્રવ્ય તે આકાશાસ્તિકાય. તે સર્વવ્યાપી દ્રવ્ય છે. (૪) કાળ :- વર્તના એ કાળનું લક્ષણ છે. તે જૂનાને નવું અને નવાને જૂનું કરે છે. તે મનુષ્યક્ષેત્રવ્યાપી દ્રવ્ય છે. જીવ :- ઉપયોગ, જ્ઞાન, દર્શન, સુખ, દુઃખ એ જીવનું લક્ષણ છે. (૬) પુદ્ગલ :- જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે પુદ્ગલ. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકો – એ પુદ્ગલના પરિણામ છે. જી ૬ પ્રકારના તર્કો જ તર્ક એટલે તે તે દર્શનની માન્યતા. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે – (૧) જૈનદર્શન - (i) અરિહંત દેવ છે. (i) જીવ-અજીવ-પુણ્ય-પાપ-આસ્રવ-સંવર-બંધ-નિર્જરા-મોક્ષ – એ - નવ તત્ત્વો છે. ' (i) પ્રત્યક્ષ અને પરોક્ષ - એ બે પ્રમાણ છે. () નિત્યાનિત્ય વગેરે અનેકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (૫) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્ર – એ મોક્ષમાર્ગ છે. () બધા કર્મોનો ક્ષય થવા પર લોકના અગ્ર ભાગે નિત્ય, જ્ઞાનમય, આનંદમય એવા આત્માનું રહેવું તે મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું જૈનદર્શન છે. (૨) મીમાંસકદર્શન :(i) સર્વજ્ઞ દેવતા નથી, પણ નિત્યવેદવાક્યોથી જ તત્ત્વનો નિર્ણય થાય છે. (i) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાપત્તિ અને અભાવ એ જ પ્રમાણ છે. ૬ પ્રકારના તર્કો ...૨૩...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy