SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ∞ ૬ પ્રકારના આવશ્યકો ર (૧) સામાયિક :- જેનો આત્મા સંયમમાં, નિયમમાં અને તપમાં પરોવાયેલો હોય તથા જે ત્રસ-સ્થાવર બધા જીવોને વિષે સમ હોય તેને સામાયિક હોય. (૨) ચતુર્વિશતિસ્તવ :- આ અવસર્પિણીમાં થયેલા ૨૪ તીર્થંકરોની સ્તવના કરવી તે ચતુર્વિંશતિસ્તવ. સ્તવ બે પ્રકારે છે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ. ભાવસ્તવ સાધુઓને હોય. શ્રાવકોને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બન્ને હોય. (૩) વંદન :- તેના ત્રણ પ્રકાર છે - (i) ફેટાવંદન :- બે હાથ જોડી મસ્તક નમાવવું તે ફેટાવંદન. તે ચતુર્વિધ સંઘમાં પરસ્પર કરાય છે. (ii) છોભનંદન :- બે ખમાસમણા, ઈચ્છકાર, અબ્યુટ્ઠિઓ પૂર્વકનું વંદન તે છોભવંદન. તે સાધુભગવંતો અને સાધ્વીજીભગવંતોને કરાય છે. (III) દ્વાદશાવર્તવંદન :- વાંદણાપૂર્વક રાઈમુહપત્તિ કરાય છે તે દ્વાદશાવર્તવંદન. તે પદસ્થોને કરાય છે. - (૪) પ્રતિક્રમણ :- પ્રમાદને લીધે સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલાનું ફરી પોતાના સ્થાનમાં આવવું તે પ્રતિક્રમણ. તેના ૪ પ્રકાર છે - (i) મિથ્યાત્વનું પ્રતિક્રમણ. (ii) અસંયમનું પ્રતિક્રમણ. (iii) કષાયોનું પ્રતિક્રમણ. (iv) અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ. અથવા, બીજી રીતે પ્રતિક્રમણના ૪ પ્રકાર છે (i) પ્રતિષિદ્ધના કરણનું પ્રતિક્રમણ. (ii) કૃત્યો ન કરવાનું પ્રતિક્રમણ. (iii) અશ્રદ્ધાનું પ્રતિક્રમણ. (iv) વિપરીતપ્રરૂપણાનું પ્રતિક્રમણ. ૬ પ્રકારના આવશ્યકો ...૨૧...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy