SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તે અર્થકથા. તે ચિત્તને સંક્લિષ્ટ કરતી હોવાથી અને પાપનો બંધ કરાવતી હોવાથી દુર્ગતિનું કારણ છે. (૨) કામકથા :- કામ સંબંધી કથા તે કામકથા. તે કામોને વિષે રાગ કરાવનારી હોવાથી અને ભ્રમિત કરનારી હોવાથી દુર્ગતિનું કારણ છે. (૩) ધર્મકથા :- દયા, દાન, ક્ષમા વગેરે ધર્મના અંગો સંબંધી કથા તે ધર્મકથા. તે ચિત્તને શુદ્ધ કરનારી હોવાથી અને પુણ્યબંધ તથા નિર્જરા કરાવનારી હોવાથી દેવલોક અને મોક્ષનું કારણ છે. (૪) સંકીર્ણકથા :- ધર્મ-અર્થ-કામના હેતુઓનું પ્રતિપાદન કરનારી કથા તે સંકીર્ણકથા. તે અનેક ફળ આપનારી અને હોંશિયાર કરનારી હોવાથી સદ્ગતિનું કારણ છે. જી ૪ પ્રકારનો ધર્મ જ (૧) દાન - દાન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે : (1) શાનદાન :- સમ્યજ્ઞાન આપવું તે જ્ઞાનદાન. (ii) અભયદાન :- પોતાની શક્તિ પ્રમાણે જીવોની રક્ષા અને જયણા કરવી તે અભયદાન. (ii) ધર્મોપષ્ટભદાન :- ધર્મની સાધના કરનારા સાધુ ભગવંતોને આહાર, પાણી, વસ્ત્ર વગેરે આપવા તે ધર્મોપષ્ટભદાન. (૨) શીલ - શીલ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે : (i) સદાચારના પાલનરૂપ શીલ. (ii) અઢાર હજાર શીલાંગોના પાલનરૂપ શીલ. (i) બ્રહ્મચર્યના પાલનરૂપ શીલ. (૩) તપ :- તપ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે : (a) બાહ્ય તપ :- લોકો જાણી શકે એવો તપ, અથવા જેનાથી બાહ્ય શરીર વિગેરેને અસર થાય એવો તપ તે બાહ્ય તપ. તે ૬ પ્રકારનો છે – (I) અનશન - અલ્પકાળ માટે કે ભવના અંત સુધી જૈનસિદ્ધાંતની વિધિપૂર્વક આહારનો ત્યાગ કરવો તે અનશન. ૪ પ્રકારનો ધર્મ
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy