SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (30) ત્રીશમી છત્રીશી ૨૯ પ્રકારના પાપશ્રુતને દૂરથી વર્જનારા ૭ પ્રકારના શુદ્ધિના ગુણને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. ૦ ૨૯ પ્રકા૨ના પાપશ્રુતો જ પાપના કારણભૂત શ્રુત તે પાપશ્રુત. તે ૨૯ પ્રકારે છે. તે આ પ્રમાણે - નિમિત્તશાસ્ત્રના આઠ અંગો છે : (૧) દિવ્ય :- વ્યંતરાદિ દેવોના અટ્ટહાસ્ય વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે. (૨) ઉત્પાત ઃ- લોહીના વરસાદ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે. (૩) અંતરીક્ષ :- આકાશમાં થતાં ગ્રહોના ભેદ વગેરેના ફળનું વર્ણન જેમાં હોય તે. (૪) ભૌમ :- ભૂમિકંપ વગેરે પૃથ્વીના વિકાર જોઈને જ એના ફળને જણાવે તે. (૫) સ્વપ્ન :- સ્વપ્નનું ફળ જણાવે તે. (૬) સ્વર :- ‘ષડ્ઝ' વગેરે સ્વરો અને પક્ષિઓ વગેરેના સ્વરોનું ફળ જણાવે તે. (૭) વ્યંજન :- શરીર ઉપરના મસા, તલ વગેરે ઉપરથી તેનું ફળ જણાવે તે. લક્ષણ :- અવયવોની રેખાઓ ઉપરથી તેમનું ફળ જણાવે તે. આ આઠે અંગોના દરેકના ત્રણ-ત્રણ ભેદો છે (૮) - (i) સૂત્ર :- મૂળગ્રંથ. (ii) વૃત્તિ :- સૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત વિવરણ. (iii) વાર્તિક :- વૃત્તિના કોઈ કોઈ ભાગનું વધુ સ્પષ્ટીકરણ. આમ ૮ ૪ ૩ = ૨૪ પાપશ્રુત થયા. - મતાંતરે અંગ – ‘પુરુષોનું જમણું અંગ ફરકે અને સ્ત્રીઓનું ડાબું અંગ ફરકે તો શુભ થાય.' વગેરે જણાવે તે. ...૧૨૨... ૨૯ પ્રકારના પાપશ્રુતો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy