SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ((૨૭) સત્તાવીશમી છત્રીશી) ૫ પ્રકારના વેદિકાદોષોથી વિશુદ્ધ પડિલેહણ કરનારા ૬ દોષ રહિત પડિલેહણ કરનારા ૨૫ પ્રકારનું પડિલેહણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. જી ૫ પ્રકારના વેદિકાદોષો જ (૧) ઊર્વેદિકા - બંને ઢીંચણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરવું તે. (૨) અધોવેદિકા - બંને ઢીંચણની નીચે બંને હાથ રાખીને પડિલેહણ કરવું તે. (૩) તિર્યદિકા - બે હાથ બે સંડાસા (વાળેલા પગ) ની વચ્ચે લઈ જઈને પડિલેહણ કરવું તે. (૪) ઉભયવેદિકા - બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ કરવું તે. એકવેદિકા - બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવું તે. છ પડિલેહણમાં વર્જવાના ૬ દોષો જ (૧) આરભટા - વિપરીત પડિલેહણ કરવું, અથવા ઝડપથી અન્ય અન્ય વસ્ત્રોને ગ્રહણ કરવા તે. ' (૨) સંમર્દા - પડિલેહણ કરાતાં કપડાના છેડા અંદર હોય, અથવા પડિલેહણ કરતાં ઉપધિ ઉપર બેસવું તે. (૩) મોસલી :- પડિલેહણ કરતી વખતે કપડા ઉપર માળીયાને, નીચે ભૂમીને અને તીરછા દીવાલોને અડાડવા તે. (૪) પ્રસ્ફોટના :- પડિલેહણ કરતી વખતે ધૂળ લાગેલા વસ્ત્રની જેમ વસ્ત્રો ઝાટકવા તે. ...૧૧૨.. ૫ પ્રકારના વેદિકા દોષો, પડિલેહણમાં વર્જવાના ૬ દોષો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy