SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું નહીં અને તેને આધીન થવું નહીં. (૯) ચર્યા :- એક સ્થાને સદાકાળ ન રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવું, નવકલ્પી વિહાર કરવો, વિહારમાં કંટાળવું નહીં. (૧૦) નૈષેધિકી સ્થાન :- શૂન્યગૃહ, શ્મશાન વગેરે સ્થાનોમાં રહેવું, અથવા સ્ત્રી, નપુંસક, પશુ, આદિ રહિત સ્થાનમાં રહેવું, પ્રતિકૂળ સ્થાન હોવા છતાં ઉદ્વેગ ન કરવો. (૧૧) શય્યા :- ઊંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા (સંથારાની જગ્યા) મળવાથી ઉદ્વેગ ન કરવો, અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરવો. (૧૨) આક્રોશ :- કોઈ તિરસ્કાર કરે તો તેના ઉપર દ્વેષ ન કરવો, પણ તેને ઉપકારી માનવો. (૧૩) વધ :- કોઈ હણી નાખે, મારી નાખે તો પણ મારનાર ઉપર દ્વેષ ન કરવો, તેમજ મનમાં ખરાબ વિચાર ન કરવા. (૧૪) યાચના – ગોચરી, પાણી, વસ્ત્રાદિની યાચનામાં લજ્જા ન રાખવી. (૧૫) અલાભ :- યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે એમ વિચારી ઉદ્વેગ ન કરવો. : (૧૬) રોગ – રોગ આવે ત્યારે સ્થવિરકલ્પી મુનિ શાસ્ત્રવિધિ મુજબ નિર્દોષ ઉપચારો કરે અને રોગ દૂર ન થાય તો પણ ધીરજ રાખી પોતાના કર્મના ઉદયને વિચારે. (૧૭) તૃણ :- તૃણ, ડાભનો સંથારો હોય અને તેની અણીઓ શરીરમાં વાગે અથવા વસ્રનો સંથારો કર્કશ હોવાને કારણે ખૂંચે તો પણ ઉદ્વેગ ન કરતાં સહન કરવું. (૧૮) મલ :- શરીર, કપડાં વગેરે મલિન હોય તો પણ દુર્ગંચ્છા ન કરવી અને તે દૂર કરવાનો પ્રયત્ન ન કરવો. (૧૯) સત્કાર ઃ- લોકમાં માન, સત્કાર મળે તેથી આનંદ ન પામવું તથા ન મળે તો ઉદ્વેગ ન કરવો. (૨૦) પ્રજ્ઞા :- બહુ બુદ્ધિશાળી કે જ્ઞાની હોય, તેથી લોકો બહુ પ્રશંસા કરે, તે સાંભળી ગર્વ કે અભિમાન ન કરે, પણ એમ વિચારે કે પૂર્વે મારાથી ૨૨ પરીષહો ...૧૦૯...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy