SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર. ગણે છે, પરંતુ હવે મારે એ બધી મોટાઈ માથે લઈ કયાં સુધી ફરવું! હવે તે મારે મારા આત્માનું કેમ કલ્યાણ થાય એ રસ્તે લેવું જોઈએ! જે કે હું શ્રી પ્રભુની પાસે દીક્ષા લેવાનું સામર્થ્ય. વાન થયે નથી, પરંતુ શ્રાવકની અગિયાર પડીમા અંગિકાર કરવા શક્તિમાન છું, માટે આવતી કાલેજ દિવસ ઉગ્યા પછી મારા કુટુંબી અને જ્ઞાતિવાઓને એકત્ર કરી, આહારપણું તૈયાર કરા વરાવી, સર્વને જમા, ગ્ય સિરપાવ આપું, અને મારા મોટા પુત્રને ઘરને સર્વ ભાર શેંપી, તેની આજ્ઞા લઈ, કલાગ સન્નિવેશ કે જ્યાં કેટલાક મારા કુટુંબીજને રહે છે, અને જ્યાં મારી પિષધશાળા છે, ત્યાં જઈ હું સુખે દિવસ નિર્ગમન કરૂં.” આ વિચાર કર્યા પછી પ્રભાતે તુરતજ જ્ઞાતિ અને કુટુંબીજનેને લાવ્યા અને ચાર પ્રકારને આહાર તૈયાર કરાવરાવી સર્વને જમાડ્યાં અને દરેકને યોગ્ય સીરપાવ આપી, પિતાના મોટા પુત્રને બેલા અને સર્વ સમક્ષ કહ્યું કે, હું પુત્ર! “હું આ વાણીયગામમાં આગેવાન ગૃહસ્થ તરીકે ગણાઉં છું, તે તમે જાણે છે. સર્વ કુટુંબીજને મારી આજ્ઞા પ્રમાણે વતે છે, અને હું દરેકને યથાશક્તિ મદદ કર્યા કરું છું. કોઈથી મેં જુદાઈ રાખી નથી. હવે મારી અવસ્થા થઈ, જેથી હવે એ કાર્ય મારાથી બની શકશે નહિ, માટે તમને ભલામણ કરું છું કે, જેમ હું સર્વને સાચવતે, તેમ તમે પણ સર્વને સાચવજે. હું હવે શ્રાવકની અગિયાર પડીમાં આદરૂછું, જેથી કોઈ સંસારી કાર્યસંબંધી મને કાંઈ પૂછશે નહિ.” આ પ્રમાણે પુત્રને ભલામણ કર્યા પછી પોતાના કુટુંબીઓને ભલામણ કરી કે, તમે હવેથી દરેક કાર્યમાં આ મારા મોટા પુત્રની સલાહ લેજે. જેમ હું સર્વને સાચવતે, તેમ તે તમને સર્વને સાચવો. તમે તેનું કહેવું માન્ય કરો, જેથી સા સુખી થશે. આણંદજીના આવા આનંદ ભરેલા વચન સાંભળી સર્વે કુટુંબીજો ખુશી થયાં અને તેમનું કહેવું માન્ય રાખી સર્વે પોતપોતાને ઘેર ગયાં. પછી આણંદજી મોટા પુત્રની આજ્ઞા લઈ વાણીયગામ નગરની
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy