SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ | શ્રી ઉપદેશ સાગર. | ભાવાર્થ_એકલે રાગ દ્વેષ રહિત, નિર્દોષ આહાર ઉપર નિર્વાહ કરીને, અને સઘળા પરિસહ સહન કરીને, સાધુએ ગામ, નગર, નિગમ અથવા રાજધાનીને વિષે વિહાર કર. (૧૮) - ભાવાર્થ-ગૃહસ્થાદિકથી (સંસારથી) અલગ રહીને સાધુએ વિહાર કર. પરિગ્રહને વિષે મમતા કરવી નહિ, પણ ગૃહસ્થને પરિચય ત્યાગીને ઘર રહિત થઈને વિચરવું. (અમુક સ્થળેજ વિના કારણે પડી રહેવું નહિ) (૧૯) ભાવાર્થ-રમશાનમાં, સૂના ઘરમાં, અથવા તે વૃક્ષ નીચે, જાય ષ અને કુચેષ્ટા રહિત બનીને બેસવું અને અન્ય જીવને (ઉંદર વગેરેને) ત્રાસ ઉપજાવ નહિ. (૨૦) | ભાવાર્થ એવાં સ્થળે રહેતાં સાધુને ઉપસર્ગ ઊપજે તે સહન કરો, પણ તે ઉપસર્ગથી ડરીને ત્યાંથી ઉઠીને બીજે સ્થાનકે જવું નહિ. (૨૧) - ભાવાર્થ-તપસ્વી અને ધિરજવાન સાધુ સારી શય્યા મળવાથી અતિ હર્ષ પામતે નથી, તેમજ ખરાબ શય્યા મળવાથી અતિ વિષાદ પામતે નથી; પણ પાપ દષ્ટિવાળા આચારહીન સાધુ એ પ્રસંગે હર્ષ-વિષાદ પામે છે. (રર). | ભાવાર્થ–સ્ત્રી રહિત સારા અથવા નરસા મકાનમાં આશ્રય મળતાં તેમાં તેણે રહેવું અને વિચારવું કે, “મારે તે આમાં એક રાત રહેવું છે, તેમાં સુખ દુઃખ શું થવાનું છે?” (અર્થાત સમભાવ રાખ) (૨૩) ભાવાર્થ કેઈગૃહસ્થ સાધુને દુર્વચન કહે, તે પણ તેણે તેના ઉપર ક્રોધ કરે નહિ તેને અજ્ઞાન બાળક જે સમજીને સાધુએ તેના ઉપર કેપ કરે નહિ. (૨૪) | ભાવાર્થ-કઠોર કંટક સમાન ભાષા સાંભળીને, મૈન્ય ધારણ કરીને તેને કાંઈ હિસાબમાં ગણવી નહિ, અને એવી ભાષા બેલનાર ઉપર દ્વેષ કરવો નહિ. (ર) | ભાવાર્થ સાધુને કે માર મારે તે પણ તેણે કેપ કર નહિ, તેમજ મનથી પણ તેનું બૂરું ઈચ્છવું નહિ, પરંતુ
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy