SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી સંજતી ચરિત્ર. ૧૨૫ પિતાનું ચારિત્ર પ્રકટ કરે છે. તેમજ સર્વદા ઉષ્ણતા ઉત્પન્ન કરવા છતાં પણ અજાથ (મૂર્ખતા) આણે છે. ઉન્નતિ આપતાં પણ નીચ સ્વભાવ દર્શાવે છે. સમુદ્રમાંથી ઉત્પન્ન થએલી છતાં પણ તૃણું વધારે છે, ઈશ્વરતા આપવા છતાં પણ પ્રકૃત્તિને અઈશ્વરતા કરી દે છે, બળ વધારતાં પણ લઘુતા પમાડી દે છે. અમૃતની બેન છતાં પણ પરીણામે કડવી થઈ પડે છે. મોટા પુરૂષને વર્યા છતાં પણ બળ પુરુષ સાથે પ્રીતિ બાંધે છે. પવિત્ર અંતઃકરણને પણ મલીન કરી મૂકે છે, જેમ જેમ મનુષ્ય પાસે તે વધતી જાય છે તેમ તેમ દીવાની ચેત માફક એમાંથી કાજળ નીકળે છે. એટલે પુરુષ પૈસે વધે છે, તેમ કાળાં કમ કરે છે. એ તૃષ્ણારૂપી વીસ લત્તાઓનું પિષણ કરનારી જળધારા છે. ઇદ્રિએપી મૃગોને આકર્ષણ કરનારી વ્યાધ ગીતિ (પારધિનું ગાયન) છે. સચરિત્રરૂપ ચિત્રોને ભુંસી નાખનારી ધુમ લેખા છે, મેહરૂપી દીર્ઘનિદ્રાની વિલાસ શય્યા છે. ધન મદરૂપી પશાચીકાઓને વસવાની જીણું વલભી છે. શાસ્ત્રદ્રષ્ટિની કીમીરેત્પતિ (શાસ્ત્ર જેવાને અંધકારની ઉત્પત્તિ) છે. સર્વ અવિનચેની આગળ ઉડતી પતાકા છે. કોધના આવેગરૂપી મગરને ઉત્પન્ન કરનાર નદી સમાન છે. વિષયરૂપી મધુપાન કરવાની ભૂમિ છે. ભ્રવિકારરૂપી નાટકની સંગીતશાળા છે. દોષરૂપી સને વસવાની ગુફા છે. સત્ય પુરૂષને વહેવાર અટકાવનારી વેત્રવત્તા છે ગુણરૂપી કલહંસાની અકાળ વર્ષાઋતુ છે. લોકાપવાદરૂપી વિષ્ફટકને વિસ્તાર પામવાની ભૂમિકા છે. ૫ટરૂપી નાટકની પ્રસ્તાવના છે. કામરૂપી ગજની ધજા છે. સાધુભાવની વધ્યશાળા છે, અને ધર્મરૂપી ચંદ્રમંડળની રાહુ છવહા છે. એ કઈ પુરુષ લેવામાં આવતું નથી કે જેને આ અપરિચિત લક્ષમીએ દ્રઢ આલિંગન દેઈને છેતર્યો નહિ હોય, ખરેખર ઓળખી હોય ત્યાંથી પણ જતી રહે એવી છે, પુસ્તકમાં હોય ત્યાંથી પણ દશે કરી જાય, કતરેલી હોય તેને ડગી જાય, સંભાળતાં પણ છેતરી થાય, અને ચિંતન કર્યાથી પણ વચન કરે એવી છે.
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy