________________
૧૦૧
શ્રી ઉપદેશ શતક. શરીરને સાર વ્રત ધારણ કરવાં તે, ધનને સાર સુપાત્ર દાન દેવું તે, અને વાણીને સાર સૌને પ્રેમભાવથી બોલાવવા તે.
જ્ઞાનીના દસ લક્ષણ વિષે. श्लोक--अक्रोध वैराग्य जितेंद्रियत्वं,
क्षमा दया सर्व जनः प्रियत्वम् ; निर्लोभ दाता भय शोक हर्ता,
ज्ञानं प्रतिलाभंच दश लक्षणानी ।। ७७॥ ભાવાર્થ –કોષરહિત હય, વૈરાગ્યવાન હોય, જિતેંદ્રિય હેય, ક્ષમાવાન હય, દયાળુ હોય, સર્વને પ્રીયકારી હેય, નિલભી હોય, દાતાર હાય, ભય અને શંકરહિત હોય એ દસ લક્ષણ જ્ઞાન પ્રાપ્ત કરવાના સમજવા.
જ્ઞાનદાન વિષે. श्लोक-गज स्थ तुरंगं, गौ शतं भूमि दान;
कनक रुचिर्पात्रं, मेदनी सागरांतम् ; उभय कुल विशुद्धं, कोटि कन्या प्रदानं; न भवात भव तुल्यं, ज्ञान दानं समानम् ।७८)
ભાવાર્થ સેંકડે હાથી, ઘોડા, રથ, ગાયે, તેમજ પૃથ્વીનું દાન આપે, સેનાના પાત્રનું દાન આપે. સમુદ્ર પર્યત પૃથ્વીનું દાન આપે, બને કૂળ જેના નિર્મળ છે એવી કરોડો કન્યાનું દાન આપે, આ પ્રમાણે જીદગી સુધી દાન આપે, તે કરતાં એક માણસને જ્ઞાન દાન આપે છે તે બધા દાન કરતાં શ્રેષ્ઠ છે. માટે જ્ઞાન દાન આપવામાં કસર રાખવી નહિ.
દારિદ્રય વિષે. दसिति जोग सिद्धा, अंजन सिद्धाय केइ दीसंति; दारिद्र जोग सिद्धा, पासे विठिया न दीसति ॥७९॥