SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૩) મુંઝાઈ ગયું છે, તેને યથાસ્થિત ભાવ–જડનું યથાર્થ સ્વરૂપ સમજાણું નથી. તારી ને મારી–આ વસ્તુ તારી ને આ વસ્તુ મારીઈત્યાદિ મહજન્ય વહેચણના વિચારે ક્ય કરે છે. તેમાં અલ્ઝક્યો (આસક્ત) રહે છે, તેને શાંતરસભાવ તે સૂઝયો જ નથી. તેણે શાંતસુધારસનું પાન તે કર્યું જ નથી. આવા મેહથી મૂઢ થયેલા પ્રાણીઓ માટે શું કહેવું? ૨. જડકી સંગતે જડતા વ્યાપે, જ્ઞાનમારગ રહે ઢાંકી રે; એગ કરે તે આપે જાણે, હું કર્તા કહે થાકી રે. કેઈએ. ૩ અર્થ-જડની સંગતથી–જડ એવા પદગલિક ભાવમાં આસક્ત થવાથી આત્મામાં જડતા-અજ્ઞાનપણું જ વ્યાપે છે–વિસ્તરે છે અને જ્ઞાનાદિ ગુણ-જ્ઞાનમાર્ગ ઢંકાયે-અવરાયેલા રહે છે. મન-વચન-કાયાના યેગથી જે જે કિયા થાય છે તે પોતે જાણે છે, પરંતુ તેની ખરી સમજણ ન હોવાથી થાકીને “હું કર્તા પરભાવને, એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, મહામેહને ઘાણે.” જીવ “હું કર્તા છું” એમ કહે છે, પરંતુ આત્મા તે આત્મભાવને જ કર્યો છે, પગલિક ભાવને કર્તા તે થઈ શકતો નથી, માત્ર વ્યવહારથી તેને કર્ણો તે કહેવાય છે અને પોતે માને પણ છે. ૩. મિથ્યાત્વ અવિરતિ કારણુગે, પ્રકૃતિ પ્રદેશદળ આધેરે; કષાયે રસથિતિબંધ કરંતા, સંસારસ્થિતિ બહુ વાધે રે. કેઈએ. ૪ અર્થ–મિથ્યાત્વ, અવિરતિ વિગેરે કારણેને પામીને આ જીવ યેગવડે પ્રકૃતિબંધ ને પ્રદેશબંધ કરે છે અને કષાયવડે રસબંધ ને સ્થિતિબંધ કરે છે. આ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ ને કષાયના ૧. અહીં વિગેરે શબ્દથી કષાય ને પ્રસાદ લેવા.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy