SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૯ ) બાહ્ય આતમા શરીરાદિક જાણે અંતરઆતમે કરીછોડે રે; પરમાતમ તે સાક્ષાત દેખે, કેવળી સિદ્ધ પીછાણે રે. આ૦ ૪ અર્થ –આ શરીરાદિકમાં જે આત્મપણાની બુદ્ધિ તેને બહિરાત્મ ભાવ જાણુ. એવા બહિરાભપણને અંતરાત્માપણું પ્રાપ્ત કરીને તેના વડે છાંડે–તજી ઘો. એ અંતરાત્મા તે પરમાત્મસ્વરૂપને પામે અને તે જગતનું સર્વ સ્વરૂપ સાક્ષાતપણે જુએ તેમ જ તેને કેવળીપણાની અને સિદ્ધપણાની પિછાન થાય. તે જીવ જ ચાર ઘાતી કર્મના ક્ષયથી થયેલા કેવળીને તેમ જ આઠે કર્મના ક્ષયથી થયેલા સિદ્ધોને તેના સાચા સ્વરૂપમાં પિછાણે અને પોતે તેવી અવસ્થા પ્રાપ્ત કરવાનો નિરંતર અભિલાષી હેય. ૪. પરમાતમનું ધ્યાન કરંતા, રસે લોહ હોય સુવન્ન રે; ભણે મણિચંદ્ર તેહને ધ્યાવે, જેહનું પરમાતમમેં મજરે. આ૦ ૫ આ અથા–રસકુંપિકા કે જેના રસના સંગથી લેટું સુવર્ણ પણને પામે છે તે જ પ્રમાણે પરમાત્માનું ધ્યાન કરતાં આ જીવ પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. મણિચંદ્ર મુનિ કહે છે કે જે ભવ્ય જીવનું પરમાત્મામાં તેના સ્વરૂપના ચિતન માં મન હોય છે તે તો તેનું જ ધ્યાન કરે છે. એટલે પરિણામે તે પરમાત્મપણું પ્રાપ્ત કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જગતમાં પણ કહેવત છે કે જે જેનું ધ્યાન કરે તે તેના જેવો થાય. બાર ભાવનાની સજઝાયમાં પણ કહ્યું છે કે-રસકુંપી રસ વેધીયું, લેહથકી હોય તેમ તેમ એ ભાવન રસથકી, પરમરૂપ લહે તેમ-આવું તો અનેક સ્થાને કહેલ છે. ૫. આખી સક્ઝાયને સાર એ છે કે-બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને ઓળખી, બહિરાત્મપણું તજી, અંતરાત્મા થવું અને પછી પરમાત્મપણું મેળવવા પ્રયત્ન કરે. ૧૪
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy