SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૧ ) ધર્મોપદેશને ( ર ) પવિત્ર ( ફુવ ) નિધાનની જેમ ( સંથાગ ) તું ગ્રહણ કર. ૬. - આ સંવરના વિષયમાં ગુરુમહારાજ જે ઉપદેશ આપે તે પવિત્ર નિપાનની જેમ સંઘરી લે. સંવરના અનેક વિભાગમાં તારી બુદ્ધિ કામ કરી શકે નહીં, તેથી જ્ઞાન અને અનુભવના ભંડારરૂપ ગુરુ તને સુંદર રસ્તા બતાવશે. તે પ્રમાણે કરવાથી તારા આશ્રયદ્વાર બંધ થશે. બહુ સંભાળ રાખીને બ્રહ્મચર્ય આદરવાની ખાસ આવશ્યકતા છે. એના વગર યુગમાં કે આત્મપ્રગતિમાં વધારો થવાની આશા નિરર્થક છે. અબ્રહ્મની અભિલાષા મનને કેટલું બધું અસ્થિર બનાવી મૂકે છે. તે તેના અનુભવ ઉપરથી ખબર પડે તેમ છે. ૬. संयमवाङ्मयकुसुमरसैरतिसुरभय निजमध्यवसायम् ।। चेतनमुपलक्षय कृतलक्षण-ज्ञानचरणगुणपर्यायम् ॥ शृ० ७॥ અર્થ –( સંચમવામકુમ ) સત્તર પ્રકારના સંયમવાળા શાસ્ત્રરૂપ પુષ્પના રસવડે (નિર્વ) પોતાના (૩ષ્યવસા) આત્માના પરિણામને (તિરુમા ) અતિ સુગંધી એટલે પ્રશસ્ત ગુણવાળા કર અને (તત્રક્ષાના પર્યાય) પ્રસિદ્ધ લક્ષણવાળા જ્ઞાન અને ચારિત્રરૂપ ગુણવાળી અને પર્યાયવાળા (તi) જીવને (પક્ષ) તું ઓળખ. ૭. આત્માને ઓળખવો એટલે એના મૂળ ગુણો સમજવા. એના વિભાવો અને પર્યાને પારખી લેવા. એના ઉપગ લક્ષણને સમજવું અને એની કર્મ પર સામ્રાજ્ય મેળવવાની સત્તાગત શક્તિને સમજવી, એ જીવનની ધન્ય ભાવના છે, પરમ કર્તવ્ય છે, ઈષ્ટ ફળ આપનાર સિદ્ધિગ છે. આ ચેતનને તું બરાબર
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy