________________
હે આમન્ ! અનંત દુ:ખના કારણરૂપ ધન એટલે સુવર્ણાદિક તથા માતા પિતાદિક સ્વજન અને હાથી ઘોડા પ્રમુખ વિભવમાં, તું મમતાપણું કરે છે, પરંતુ અનંત સુખવાળા મેક્ષના આદરને શિથિલ કરે છે.
संसारो दुहहेऊ, दुख्खफलो दुसह दुख्खरूवो य; न चयंति तंपि जीवा, अइबद्धा नेह निअलेहिं. ७८
હે જીવ! આ સંસાર દુઃખનું કારણ તથા દુઃખરૂપી ફળવાળો છે. વળી દુસહ દુઃખરૂપ સંસારમાં સ્નેહરૂપ બેડી બંધન વડે અતિશે બંધાએલા છે, તે સંસારને પણ નથી ત્યાગ કરતા! અર્થાત્ સંસારને દુ:ખદાયક જાણતા છતાં પણ તેને ત્યાગ કરતા નથી. निय कम्म पवण चलिओ, जीवो संसार काणणे धोरे; का का विडंबणाओ, न पावए दुसह दुख्खाओ. ७९
ઘર સંસાર રૂપ મહાવનમાં પોતાના જ્ઞાનાવરણઆદિક કર્મ રૂપ વાયુએ કરીને ચાલેલે જીવ, અસહ્ય દુઃખની વધ બંધનાદિક કંઈ કંઈ વિટંબનાને નથી પામતો? અર્થાત સર્વ વિટંબનાને પામે છે. (૯) सिसिमि सीयलानिल, लहरि सहस्सेहिं भिन्न घण देहो; तिरियत्तणमिऽरने, अणंतसो निहण-मणुपत्तो. ८०
હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના (શીયાળાના) શીતળ વાયુની હજારે હેરેએ પીડાએલા દેહવાળો તું અનંતીવાર નાશ પામે છું. (૮૦)