________________
૧૧૪
શ્રી પર્યન્તારાધના.
જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એ જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૫૮
સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું પામવું સુલભ છે પણ દુર્લભમાં દુર્લભ નવકાર મંત્ર પામ તે છે; તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૨૯
એક ભવમાંથી બીજા ભવમાં જતાં ભવિકેને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનોવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૬૦
જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મર. ૬૧
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકળ પાપ સિરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૨
પંચપરમેષ્ઠિ સમરણ કરવામાં તત્પર એવો રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવેલેકમાં ઈંદ્રપણું પામ્યા. ૬૩
તેની સ્ત્રી રત્નતી પણ તેજ પ્રકારે આરાધીનેજ પાંચમાં કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી અવીને બનને મોક્ષે જશે. ૬૪
આ સંવેગ ઉત્પન્ન કરનાર સેમસૂરિએ રચેલી આ પર્યન્તારાધના જે રૂડી રીતે અનુસરશે તે મોક્ષસુખ પામશે. ૬૫
‘પર્યતારાધના સમાપ્ત.”
તીર્થ વંદના સર્ભકલ્યા દેવલેકે રવિશશિભવને વ્યંતરાણ નિકાયે, નક્ષત્રાણાં નિવાસે ગ્રહગણપટેલે તારકાણાં વિમાને, પાતાલે પન્નગેન્દ્ર સ્કુટરમણિકિરણે ધ્વસ્ત સાન્દ્રાન્ધકારે, શ્રીમત્ તીર્થ"કરાણાં પ્રતિદિવસમહં તત્ર ચિત્યાનિ વન્દ. | ૧ | વતાઢય