________________
શ્રી પન્તારાધના.
પાપના ભારથી દખાએલા જીવને ક્રુતિરૂપી કુવામાં પડતા જે ધારણ કરી રાખે છે, તેવા ધર્મનુ મને શરણુ હો. ૪૦ સ્વર્ગ અને માક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાએલ લાકાને સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મીનુ મને શરણુ હોજો. ૪૧
૧૧૨
આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઇ પણ દુષ્કૃત કર્યું હોય તેની હમણાં આ ચાર ( અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ)ની સમક્ષ નિંદા કરૂં છું. ૪ર
મિથ્યાત્વથી બ્યામાહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત)નું સેવન કર્યું હોય તે સની. અત્ર હમણાં નિન્દા કરૂં છું. ૪૩
જિન ધર્મ માર્ગને જો મે પાછળ પાડયેા હોય અથવા તા અસત્ય માને પ્રગટ કર્યો હોય, અને જો હું બીજાને પાપના કારણભૂત થયા હતા તે સની હમણાં હું નિદા કરૂં છું. ૪૪
જન્તુઓને દુ:ખ આપનારાં હળ, સાંબેલુ, વિગેરે જે મેં તૈયાર કરાવ્યાં હોય અને પાપી કુટુાનુ જે મે ભરણપાષણ કર્યું હોય તે સની હમણાં હું નિંદા કરૂં છું. ૪૫
જિનભવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુવિધ) સંઘરૂપ સાત ક્ષેત્રમાં જે ધનખીજ મેં વાવ્યું હાય તે સુકૃતની હું અનુમેાદના કરૂં છું ૪૬
આ સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યગ્રીતે પાળ્યાં હોય તે સુકૃતની હું અનુમેાદના કરૂ છુ. ૪૭