________________
શ્રી આત્મભાવના.
૧૦૫
વંદના હેજે. વળી મારા જીવને નિગોદમાંથી બહાર કાઢો તે સિદ્ધના જીવને માહરી અનંતી કોડાણ કોડવાર ત્રિકાલવંદના હેજે. હવે “ભાવ જીણું સમવસરણ” સમેસરણને વિષે વશ વિહરમાનજી કેવા છે? તો પાંચશે ધનુષ્યની દેહ છે, સોવન સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનાતિશયે કરીને સર્વે પદાર્થ જાણું રહ્યા છે, દશને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબેધ કરે છે; તેથી કોઈ જીવ તે ક્ષપકશ્રેણું ચડે છે, કઈ તો સાધુપણું પામે છે, કેઈ તો શ્રાવકપણું પામે છે, વળી કોઈ સમક્તિ પામે છે, કેઈ તો ભદ્રભાવને પામે છે. એ રીતે બહુ જીવને સંસારના કલેશથી મુકાવે છે, વળી પૂજા, સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે, તેથી પૂછ, સેવી, વાંદી પ્રભુ સરખા પૂજનિક થાય છે. અપાયાપગમાતિશયે કરીને ભવી જીવને આ ભવના ને ભવોભવનાં કષ્ટ-દુઃખ આપદા ટાળે છે, એ ચાર મહા અતિશય. વળી અશેકવૃક્ષ શેભે છે, કુલની વૃષ્ટિ ઢીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના કુલ જલથલના નીપજ્યાં વસે છે, વળી પ્રભુની વાણું એક જે જન સુધી સંભળાય છે, વળી પ્રભુજીને ચામર વીંજાય છે, વળી રત્નના સિંહાસન પર બેઠા છે, વળી ભામંડળ પેઠે રાજે છે, આકાશે દુભી ગાજે છે. વળી ત્રણ છત્ર માથે છાજે છે, વળી બારે ગુણે સહિત છે, ચેત્રીસ અતિશયે કરી વિરાજિત છે, પાંત્રીશ વાણુ ગુણે કરી રાજિત છે. આઠ પ્રાતિહાર્યાં તેણે કરી શેભીત છે, અસંખ્યાતા ઈંદ્ર કરી સેવિત છે, અઢાર દેશે કરી રહિત છે. કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ દઈ અનંત ગુણે કરી સહિત છે. તરણતારણ ઝહાજ સમાન છે. કલ્યાણકને