________________
આવી ગણત્રીબંધ સખાવતે ઉપરાંત આ ત્રણે ભાઈઓ તરફથી સંયુક્ત અને સ્વતંત્ર સખાવતો થયેલી જોવાય છે. ચુડામાં પ્રતિષ્ઠા થતી હોય, વઢવાણ કેમ્પમાં ભગવતી સૂત્ર વંચાતુ હોય કે રાણપુરમાં ઉપધાન ચાલતા હોય તેમાં તેમને ફાળે જોવાયા વિના નથી રહ્યો. ચાંદીના સિદ્ધચક્રો, તથા બિમ્બ સેનાની લીલાવતીઓ વગેરે ભક્તિના સાધન સામગ્રી વઢવાણ શહેર કે કેમ્પ ઉપરાંત વાંકાનેર સુધી તેમના પહોંચેલ છે. અગર ઓચ્છવ, સંઘ, જમણુ કે લાણુપ્રભાવનામાં તેમને સાથ દેખાયા વિના ન રહે. આ બધી ઘણી વાતોને જવા દઈએ તે પણ આ કુટુંબની સંયુક્ત સખાવતનો સરવાળો સહેજે પચાસ હજાર ૩. ઉપર પહોંચી જાય છે. આ રીતે ભાઈ મેહનલાલના વીલને સવ્યય કરવા સાથે તેમાં ભાઈ ગુલાચંદભાઈ તેમજ મગનલાલભાઈને ઉદાર ફાળા માટે મુબારકબાદી આપતાં તેમનો તે પ્રવાહ ચાલુ રહે તેમ ઈચ્છીએ.
પ્રકાશક