SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નવ ઠારો વડે પરંપરસિદ્ધનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ દરેક દ્વાર સમજવા માટે ૧૫ પિટાદ્વાર કહ્યા છે. તેમાં પણ અમુક સ્થાને સિદ્ધ થવાના સંબંધમાં ક્ષેત્રદ્વારમાં ઘણો વિરતાર કર્યો છે. એકંદર સિદ્ધના સંબંધની અનેક હકીકતોને આ પ્રકરણમાં સમાવેશ કર્યો છે. ૯ નવમું પંચનિર્ચથી પ્રકરણ શ્રીઅભયદેવસૂરિવિરચિત આપ્યું છે. તે શ્રીભગવતીસૂત્રના પચવીશમા શતકમાંથી ઉદ્ભરેલું છે. તેની ગાથાઓ ૧૦૬ છે. તેમાં પુલાક, બકુશ, કુશલ ( પ્રતિસેવા ને કષાય ), નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિગ્રંથ ઉપર પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસેવના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકર્ષ, યોગ, ઉપયોગ, કષાય, લેસ્યા, પરિણામ, બંધ, વેદન, ઉદીરણું, ઉપસં૫જહન, સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ, અંતર, સમુદ્દઘાત, ક્ષેત્ર, સ્પર્શન, ભાવ, પરિમાણ, ને અલ્પબહુ––એ ૩૬ દ્વારો ઉતાર્યા છે. તેમાં પ્રથમ કારમાં ને બીજા પણ કેટલાક દ્વારમાં તો બહુ વિસ્તારથી વિવેચન કર્યું છે. આ પ્રકરણ ઘણુંબધ આપે તેવું છે. ૧૦ દશમું શ્રી પૂર્વાચાર્ય પ્રણીત નિગોદષત્રિશિકા પ્રકરણ આપેલું છે. તે શ્રી ભગવતીસૂત્રના ૧૧ મા શતકમાંથી ઉદ્ધરેલું છે. ગાથા ૩૬ છે. એમાં નિગોદનું સ્વરૂપ બહુ બારીકીથી બતાવ્યું છે. ખાસ સૂમ બોધ આપે તેવું છે. ગુજરાતી ભાષામાં અર્થ આપેલ છે છતાં ગુગમથી જ વાંચવા લાયક છે. પ્રાયે બીજા બધા પ્રકરણો કરતાં આ પ્રકરણ વિશેષ કઠિન છે. અર્થ લખવામાં બનતા પ્રયાસ કર્યો છે છતાં સંતોષકારક લખાયો છે એમ ચેકસ કરી શકાતું નથી. - ૧૧ અગ્યારમું શ્રીસમવસરણ પ્રકરણ અથવા સ્તવ પૂર્વાચાર્યપ્રણીત આપેલું છે. ગાથા ૨૪ છે. આ પ્રકરણનો વિષય ઘણે પરિચિત છે, છતાં તેને અર્થ લખતાં કેટલાક જરૂરી ખુલાસા બતાવવામાં આવેલ છે. પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે તેના મહિમા તરીકે ચારે નિકાયના દેવ તરફથી મળીને કરાતી આ અપૂર્વ કૃતિ છે. ૧૨ બારમું ક્ષમા કુલક ૨૫ ગાથા પ્રમાણ પૂર્વાચાર્યવિરચિત આપવામાં આવ્યું છે. તેની અંદર ક્રોધ કષાયના ત્યાગ માટે ઘણો સચોટ અને અસરકારક ઉપદેશ આપેલો છે. જે લક્ષપૂર્વક વાંચવામાં આવે તે જરૂર તે પ્રાણીને ક્રોધકષાય મંદ પડે તેમ છે. બીજા તેની કુલકમાં આ કુલક શ્રેષતા ધરાવે છે. ૧૩ તેરમું ઇંદ્રિયવિકારનિરોધ કુલક માત્ર નવ ગાથાનું જ આપેલું છે. તેમાં પાંચે ઈદ્રિયોના વિષયોથી–તેમાં આસક્ત થવાથી પ્રાણનો નાશ મેળવનારા જીવની હકીકત આપી છે. ઉપરાંત ચારે કષાયના નિરોધ માટે પણ સારો ઉપદેશ આપે છે. કુલક નાનું છતાં અભ્યાસ કરવા યોગ્ય છે. તેની છેલ્લી ગાથા રહસ્યપૂર્ણ છે– जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ॥ ९ ॥
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy