SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસસતિકા પ્રકરણ ૫૧ निकसायनिप्पुलयनिममचित्तगुत्ता समाहिसंवरिया । जसहरविजओ मल्लो, देवोऽणंतविरि भद्दकरो ॥६५॥ અર્થ – નિસાર ) બળદેવનો જીવ તેરમા નિષ્કષાય નામના તીર્થંકર વાસુપૂજ્ય જેવા થશે. તેમનું ૭૨ લાખ વર્ષનું આયુષ્ય, ૭૦ ધનુષનું શરીર અને મહિષનું લાંછન જાણવું. ( કૃષ્ણના મોટા ભાઈ બળભદ્ર કૃષ્ણના ( અમમ તીર્થ કરના ) તીર્થમાં સિદ્ધિપદને પામવાના છે, તેથી આ તીર્થકરના જીવ બળદેવ કહ્યા છે તે બીજા સમજવા. ) ( નિબુદ ) રહિણીનો જીવ નિપુલાક નામના ચૌદમા તીર્થકર શ્રેયાંસનાથ જેવા થશે. તેમનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ૮૦ ધનુષનું શરીર અને ખગ્રી (ગુંડા )નું લાંછન જાણવું. ( નિમમ ) જેને બત્રીશ પુત્રો થયા હતા તે સુલતાને જીવ પંદરમા નિમમ નામના તીર્થકર શીતળનાથ જેવા થશે. તેમનું લાખ પૂર્વનું આયુષ્ય, ૯૦ ધનુષનું શરીર અને શ્રીવત્સનું લાંછન જાણવું. ( સિત્તપુરા) જેણે પ્રભુને બીજોરાપાક વહેરાવ્યો હતો તે રેવતીને જીવ સત્તરમા ચિત્રગુપ્ત નામના તીર્થકર સુવિધિનાથ જેવા થશે. તેમનું બે લાખ પૂર્વનું આયુષ્ય, ૧૦૦ ધનુષનું શરીર અને મગરનું લાંછન જાણવું. ( રમાદિ ) ગવાલિનો જીવ સત્તરમાં સમાધિ નામના તીર્થકર ચંદ્રપ્રભુ જેવા થશે. તેમનું દશ લાખ પૂર્વનું આયુષ્ય, ૧૫૦ ધનુષનું શરીર અને ઉડુપતિ ( ચંદ્ર )નું લાંછને જાણવું ( સંવારિકા ) ગાગલિને જીવ અઢારમા સંવર નામના તીર્થકર સુપાર્શ્વનાથ જેવા થશે. તેમનું વિશ લાખ પૂર્વનું આયુષ્ય, બસો ધનુષનું શરીર અને સ્વસ્તિકનું લાંછન જાણવું. ( ) દ્વીપાયનનો જીવ ઓગણીશમા યશોધર નામના તીર્થકર પદ્મપ્રભ જેવા થશે. તેમનું ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય, અઢીસો ધનુષનું શરીર અને પદ્યનું લાંછન જાણવું. (વિકો ) કર્ણનો જીવ વશમા વિજય નામના તીર્થકર સુમતિનાથ જેવા થશે. તેમનું ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રણ સો ધનુષનું શરીર અને કૈચનું લાંછન જાણવું. (મો) નારદને જીવ એકવીશમાં મલ્લ નામના તીર્થકર અભિનંદન જેવા થશે. તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સાડાત્રણ સો ધનુષનું શરીર અને કપિ ( વાનરા )નું લાંછન જાણવું.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy