SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભાવનગરના શ્રાવિકાવના પરમ ઉપકારી ગુરુીજી લાભશ્રીજીની ઈચ્છા બહુ દિવસથી ૧૦-૧૫ પ્રકરા ગાયાના પ્રતિક સાથે અ લખવાની અને તેવી રીતે છપાવીને પ્રગટ કરવાની હોવાથી તે સાહેબ જાતે તેમજ શાસ્ત્રીજી જેઠાલાલ હિરભાઇ પાસે અને અન્ય શ્રાવિકા પાસે તેવી રીતે પ્રકરણા તૈયાર કરાવતા હતા; તેમજ તે કા` પરત્વે જે શ્રાવિકાઓને સહાય કરવાની ઇચ્છા થાય તે રકમ મેળવી શ્રી જૈન ધર્માં પ્રસારક સભામાં તેને સંચય કરાવી રહ્યા હતા. તેમની ઇચ્છાને ફળવતી કરવાની મને પ્રેરણા કરતાં મને પણ તે કા` ઉપયોગી જણાયું તેથી ઘણે ભાગે સમજવા મુશ્કેલ એવા પ્રકરણા તેમણે તૈયાર કરાવેલા તે મારી નજરતળે કાઢી, બનતી શુદ્ધિ કરીને તેમજ શાસ્ત્રી જેઠાલાલ પાસે શુદ્ધ કરાવીને આ પ્રકરણરત્નસંગ્રહ છપાવી બહાર પાડેલ છે. આ સંગ્રહમાં ૧૬ પ્રકરાને સમાવેશ કરવામાં આવેલ છે તેમાં એક છેલ્લું જ સંસ્કૃત લેાકબદ્ધ છે, બાકી બધા માગધી ગાથાબદ્ધ છે. તેમાં માત્ર એ પ્રકરણા નાના એટલે કે નવ ને એ ગાથાના છે; ખીજા બધા વિસ્તૃત છે. નિગેાદષત્રિશિકા અને લેાકનાળિકા જેવા પ્રકરણમાં તેમજ છેવટે હૃદયપ્રદીપષત્રિંશિકામાં અર્થવિસ્તાર વિશેષ કર્યાં છે અને ભાવપ્રકરણમાં ને સિદ્ધડિકામાં નાના નાના યંત્રો પણ મૂકયા છે. લેાકનાળિકા પ્રકરણને અંગે ત્રણ યંત્રા મોટા મૂકયા છે. તેમાંના એ તેા ખાસ આ પેપર ઉપર છપાવીને મૂકયા છે. આ સંગ્રહમાં આવેલા ૧૬ પ્રકરણેાના કર્તાનું નામ ને ગાથાપ્રમાણ અનુક્રમણિકામાં આપેલ છે, પરંતુ તેમાં માત્ર ૯ પ્રકરણમાં જ કર્તાના નામ મળ્યા છે. ૭ પ્રકરણમાં મળ્યા નથી. પ્રથમ પ્રકરણમાં ગુરુનું નામ છે પરંતુ પેાતાનું નથી. એ પ્રકરણ ( ભાવપ્રકરણ તે વિચારપંચાશિકા ) શ્રી વિજયવિમળગણ ઉર્ફે વાનરર્ષના રચેલા છે. એ શ્રી દેવેદ્રસૂરિ– વિરચિત છે; ખીજા અન્યાન્ય મહાપુરુષાવિરચિત છે. ૧ સમ્યક્ત્વસ્તવ. તેનું બીજું નામ સમ્યક્ત્વપચવિંશતિકા પ્રકરણ છે. તેમાં જીવ સમકિત ક્રમ પામે ? તેને અંગે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણનું સ્વરૂપ બહુ વિસ્તારથી આપ્યું છે. પ્રાસંગિક ગાથાઓ ( પર )જુદા જુદા ગ્રંથામાંથી લઇને દાખલ કરી છે, અર્થમાં પણ ધણા વિસ્તાર કર્યાં છે. સમકિતની પ્રાપ્તિનું સ્વરૂપ કા પછી સમકિતના એક, બે, ત્રણ, ચાર ને પાંચ પ્રકાર બતાવ્યા છે. એકવિધ તા જિનેાક્તતત્ત્વરુચિરૂપ સમ્યગ્ શ્રદ્ધાન કહેલ છે. દ્વિવિધ ત્રણ પ્રકારે કહેલ છે: દ્રવ્ય-ભાવ નિશ્ચયવ્યવહાર ને નિસ`–અધિગમ. ત્રણ પ્રકાર એ રીતે કહેલ છે–ઉપશમ, ક્ષાયેાપશમ ને ક્ષાયિક, તેમ જ કારક, રાચક તે દીપક. ચાર પ્રકારમાં પ્રથમના ત્રણમાં સાસ્વાદન ઉમેરેલ છે તે
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy