SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ. ૨૦૯: શા કામની? તથા તપસ્યા કર્યા છતાં ચિત્તની સ્વસ્થતા ન થઈ, ઊલટે ક્રોધને ઉદ્દભવ થયો, પારણે કે ઉત્તર પારણે આહારની તીવ્ર ઈચ્છા જાગી, તો પછી તે તપ શા કામનો ? તથા કઈ પ્રકારની કળા મેળવી, તેના ફળ તરીકે ઘણી ધનપ્રાપ્તિ થઈ, પરંતુ તેથી ચિત્તની શાંતિ ન થઈ તે પછી તે કળા પણ શા કામની? સર્વ વ્યર્થ જ છે; કેમકે જગતના જીવ શાંતિ, સુખ અને શીતળતા માટે જ રાજ્યાદિકની વાંછા કરે છે, તો રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ શાંત્યાદિક કાર્યની ઉત્પત્તિ ન થાય અને ઊલટા તૃષ્ણા, ક્રોધ, લોભ, પ્રમાદ વિગેરે વૃદ્ધિ પામે તો તે સર્વ નિષ્ફળ છે. ૨૫. ચિત્તની સ્વસ્થતાને ગુણ કહે છે – रुष्टैर्जनैः किं यदि चित्तशान्ति-स्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् , स्वस्थः सदौदासपरो हि योगी અર્થ:–હે પ્રાણુ! () જે (ત્તિત્તરાત્તિ) તારા હૃદયમાં શાંતિ છે, તે ( કનૈઃ હિં) લેકે રૂષ્ટમાન થાય તેથી શું? અને (ર) જે (ત્તિતાપ) તારા હૃદયમાં સંતાપ-અશાતિ છે, તો (છે. કર લિં) લેક તુષ્ટમાન થાય તેથી પણ શું ? આ પ્રમાણે જાણીને (f) અધ્યાત્મજ્ઞાની મુનિ (અન્ય) બીજા જીવોને (નો તિ) રંજન કરતા નથી, (૪) અને (નૈવ કુતિ ) દુઃખ ઉત્પન્ન કરતા નથી; (હિ) કારણ કે તે યેગી (રા) સર્વદા ( થ) શાંત અને (વાસ) ઉદાસીપણામાં જ તત્પર હોય છે. વિશેષાર્થ –આ જગતના જીવ પોતાની શાંતિ કે અશાંતિનો વિચાર કર્યા સિવાય અન્ય જનો પિતાની ઉપર રેષાયમાન થયા છે કે તુટમાન થયા છે? તેની ચિંતા કર્યા કરે છે. જ્ઞાની કહે છે કે-બીજાના રેષ કે તોષથી તને હાનિ કે લાભ શું છે? તારે તો તારા આત્માની જ શાંતિ કે અશાંતિનો વિચાર કરવો યેગ્ય છે. જે તારો આત્મા શાંતિનો અનુભવ કરતો હોય અને તેમાં સ્વસ્થતાને નિવાસ થયેલ હોય તે પછી લોકો ભલે રષ્ટમાન થાય, તેથી તેને કોઈ હાનિ થવાની નથી. અને જે તારા ચિત્તમાં શાંતિ-સ્વસ્થતા નથી પણ કેવળ સંતાપ જ ભરેલે છે, તો લેકે ભલે તારા પર પ્રસન્નતા બતાવે, તારી પ્રશંસા કરે, પણ તેથી તને કાંઈ પણ કળ નથી, લાભ નથી માટે લોકોના રોષ કે તેષને વિચાર નહીં કરતાં તારા જ આત્માની શાંતિ કે અશાંતિનો વિચાર કરી જે પ્રકારે તારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને અશાંતિનો નાશ થાય તેવા પ્રયત્ન કર. ૨૬. ઉદાસીનપણું અંગીકાર કરવામાં કારણભૂત એકત્વ ભાવના છે, તે કહે છે – ૩૭
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy