SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યત્વ સ્તવ પ્રકરણ ૧૫ અહીં ત્રણ પુંજનું દષ્ટાંત કહે છે–જેમ મીણ સહિત કેદ્રવ ધાન્યને ઉષ્ણ જળાદિક ઓષધના મેગે એક ભાગ મીણ રહિત કર્યો તે શુદ્ધ, બીજો ભાગ અરધો શુદ્ધ કર્યો તે અર્ધશુદ્ધ અને ત્રીજો ભાગ જેવો હતો તેને તે રહ્યો, તે અશુદ્ધ જાણવો. તથા જેમ કેઈક વસ્ત્ર મલિન હતું, તે ક્ષારાદિક ઔષધના ગે અતિ સ્વચ્છ-નિર્મળ થાય, બીજુ ક્ષારાદિક થોડે પ્રયત્ન હોવાથી થોડું (અર્ધ ) નિર્મળ થાય. અને ત્રીજું મલિન જ રહે. તથા મલિન જળ જેમ નિર્મળી ફળાદિકના ગે અતિ સ્વચ્છ થાય, બીજું થોડું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે. એમ ત્રણ દષ્ટાંતે અંતરકરણગત ઉપશમ સમ્યક્ત્વરૂપ ઓષધના ગે કરી મિથ્યાત્વમોહનીયનાં દળીયાં મિથ્યાત્વરૂપ મીણથી ભરેલાં હતાં તેને એક ભાગ તો શુદ્ધ કર્યો–મીણ રહિત કર્યો, બીજો ભાગ અર્ધ મીણ રહિત થયો, એટલામાં અંતર્મુહૂર્તના કાળની સમાપ્તિ થઈ તેથી બીજો ભાગ તે અર્ધ શુદ્ધ થયે પણ ત્રીજો ભાગ શુદ્ધ કરવાને તે પહોંચી શક્યો જ નહીં તેથી તે ત્રીજો ભાગ તો સંપૂર્ણ મિથ્યાત્વરૂપ મીણ સહિત વિષથી ભરેલો જ રહી ગયે. હવે તે ત્રણ પુજના ત્રણ નામ કહ્યા છે. તેમાં પહેલો શુદ્ધપુંજ તે દર્શન (સમતિ) મેહની, બીજો અર્ધશુદ્ધ તે મિશ્રમેહની અને ત્રીજે સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમોહની કહેવાય છે. શ્રી વિશેષાવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે – " तद्यथेह प्रदीपस्य, स्वच्छाभ्रपटलैहम् । न करोत्यावृति कांचि-देवमेतद्रवेरपि ॥ एकपुञ्जी द्विपुञ्जी च, त्रिपुञ्जी वा ननु क्रमात् । दर्शन्युभयवांश्चैव, मिथ्यादृष्टिश्च कीर्तितः ॥" આ લેકમાં જેમ સ્વછ અભ્રકના પડતરે રહેલે દીવો ઘરમાં સર્વ સ્થાને ઉદ્યોત કરે છે અને કોઈપણ આવરણને કરતા નથી. તે જ પ્રમાણે ઉજ્વળ વાદળાવડે સૂર્યને પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શોધેલા મિથ્યાત્વના દળીયાં પણ ન્યૂન શ્રદ્ધા કરે નહીં એમ સમકિતમોહની માટે સમજવું. તેમાં જે ત્રણ પુંછ છે તે સમ્યગ્દર્શની, બે પુંજી છે તે મિશ્રદર્શની અને એક પુંજી છે તે મિથ્યાદષ્ટિ છે. ” વળી કર્મગ્રંથના અભિપ્રાયે કહ્યું છે કે – कम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतियं । तवडिओ पुण गच्छइ, सम्मे मीसाइ मिच्छे वा ॥"
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy