SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસતિકા પ્રકરણ. ચેત્યો ૩૨૫૯ કહ્યા છે, તે મતાંતર જાણવું. તે વિષે ( વ ના ) એ પ્રથમ પદવાળા ક્ષેત્રસમાસમાં કહ્યું છે કે-તિર્થન્ લેકમાં રહેલા જિનચૈત્યને માટે વિસંવાદ-ભિન્ન ભિન્ન મતે છે, તેને ખુલાસો ગીતાર્થ જ જાણી શકે છે. (તિ ચૈત્યદ્વાર વતુર્થ જ ! ) હવે પાંચમું પ્રાસાદદાર કહે છે – पासाया ईसाणे, सुहमा सिद्धोववार्य हरए । अभिसे अलंकारा, ववसाएँ नंदि बलिपीढं ॥ २८ ॥ અર્થ:–દેવતાના (TRાવા સાથે કુદમાં) મૂળ પ્રાસાદાવત સકથી ઈશાન ખૂણમાં આસ્થાન સભાની જેવી જિનેવરની દાઢા વડે યુક્ત એવા માણુવક ચૈત્યખંભાદિકથી યુક્ત સુધર્મા નામની સભા હોય છે ૧. તેની આગળ ઈશાન ખૂણમાં જ (સિદ્ધ) સિદ્ધાયતન-નિગ્રહ હોય છે૨. તેની આગળ (૩ઘવાય ) ઉપપાતસભા હોય છે કે જ્યાં તે તે વિમાનમાં થનારા દેવ ઉત્પન્ન થાય છે ૩. તેની આગળ નિર્મળ જળથી ભરેલા ( હૃg = ) દ્રહ હોય છે, જેમાં દેવતાઓ સ્નાન કરે છે ૪. તેની આગળ (ઉમરેઠ) અભિષેક સભા હોય છે તેમાં દેવતાઓ પોતપોતાના વિમાનાધિપતિને અભિષેક કરે છે ૫. તેની આગળ ( રુંવાત ) અલંકાર સભા હોય છે, તેમાં અભિષેક થયા પછી આવીને તે દેવનો સ્વામી અલંકાર વિગેરે ધારણ કરે છે ૬. તેની આગળ (વાઈ) વ્યવસાય સભા હોય છે, ત્યાં આવીને ત્યાં રહેલા શાશ્વત પુસ્તકો વાંચી ધાર્મિક વ્યવસાયે ગ્રહણ કરે છે ૭. તેની આગળ (નંદ્રિ) નંદા પુષ્કરિણી (વાવ) હોય છે, તેમાં હાથ-પગ ધોઈને તેમાં ઉગેલા કમળો લઈ જિનભવનમાં આવી ગર્ભગૃહમાં ( ગભારામાં ) રહેલી પાંચસે ધનુષ્યના દેહમાનવાળી એક સે ને આઠ જિનપ્રતિમાઓની સત્તરભેદી આદિ પૂજા, સ્તુતિ, વંદના વિગેરે શકસ્તવ કહેવા પર્યત કરે છે ૮. ત્યારપછી સમગ્ર વિમાનને ચંદનના છાંટા નાંખીને પૂજે છે. પછી નંદાપુષ્કરિણીની આગળ (ઝિ૮) બળિપીઠ હોય છે, ત્યાં આવીને બળિ મૂકે છે ૯. દરેક વિમાનમાં આ નવ સ્થાનકે ત્રણ ત્રણ દ્વારવાળા અને મૂળ પ્રાસાદથી ઈશાન ખૂણમાં જ અનુક્રમે રહેલા હોય છે. ૨૮. मुहमंडे पिच्छमंडवे, थूभ चेइ झओों पुख्खरिणी । जम्मुत्तरपुवासुं, जिणभवणसभासु पत्तेअं ॥ २९ ॥ અર્થ –(1ષ્ણુપુઠ્ઠાણું) પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એકેક દ્વાર હોય છે, તે ત્રણે દ્વારમાં પ્રવેશ કરતાં પ્રથમ (મુદ્રમંડ)
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy