SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા ઉત્તર : જેઓનો ભવિષ્યમાં મોક્ષ થવાનો છે તે જીવોના “કેટલા ભવો બાકી છે” તે ભવોની સંખ્યા કેવલીના જ્ઞાનમાં તો નક્કી જ છે. એટલે જો દુ:ખી જીવોને મારી નાંખીએ તો તેઓ ઉપર બે ઉપકાર થાય. (૧) દુઃખમાંથી છૂટકારો. (૨) નિશ્ચિત્તભવોમાંથી એકભવ ઓછો થવાથી તેઓ જલ્દી મોક્ષ પામે. માટે આ જીવોને મારી નાંખવા. આવા પ્રકારના નિંદનીય વચનો સાંભળીને, વાંચીને-વિચારીને એ વચનોના સંસ્કારને કારણે આ લોકો હિંસાદિ કરતા હોય છે. આ એક મતનો વિશેષપ્રકારનો પાખંડ = મત જ છે. વિષથી મિશ્રિત અન્નને ખાનાર તે વિષમિશ્રિતભોજી કહેવાય. તેઓનો જેવા પ્રકારનો આ પરિણામ પ્રત્યપાય નુકશાનો રૂપી ફળવાળો જ છે. કેમકે તેઓને અજ્ઞાન પડેલું છે. અને એટલે તેઓનો શુભ પરિણામ પણ અંતે ભયંકર વિપાકવાળો બને છે. માટે તે અશુભ જ = સંક્લેશવાળો જ કહેવાય. = ખ્યાલ રાખવો કે આ પરિણામ શુભ તો કહેવાય જ નહિ. આ તો તેઓની પોતાની કલ્પના પ્રમાણે તેમનો પરિણામ શુભ કહ્યો છે. (પ્રશ્ન : તે ગલમસ્ત્યાદિ શું પોતાના પરિણામને સારો માને છે ? શુભ માને છે ?) ઉત્તર : હાસ્તો. જો તેમને આ ગલમાંસ ખાવાની, હિંસા કરવાની, વિષભોજન કરવાની રૂચિ ન હોત તો તેઓ આવી મોટા નુકશાનને કરનારી પ્રવૃત્તિ કરે ખરા ? એટલે તેઓ તો પોતાના તે પરિણામને સારો માને જ છે. માટે એ દૃષ્ટિએ અમે એમને શુભ કહ્યો છે. આ પરિણામ સંક્લિષ્ટ શા માટે કહેવાય ? એનું કારણ બતાવે છે કે અશુભપરિણામના જે ફળ છે, તે જ ફળને આપનાર આ કહેવાતો શુભ પરિણામ છે, માટે તે અશુભ કહેવાય. અહીં ગાથામાં તત્ત્વતતઃ શબ્દ છે. તે શબ્દનિર્દેશ ભાવપ્રધાન છે. એટલે કે તેમાં ભાવવાચક ત્વ-તા લગાડ્યા નથી, પણ એ સમજી લેવાના છે અને માટે જ તત્વનાત્ એમ શબ્દ સમજવો. (આમ દૃષ્ટાન્તો બતાવીને હવે પ્રસ્તુત પરિણામમાં આ વાતને જોડતા કહે છે કે) આ પ્રમાણે = ગલમસ્ત્યાદિના પરિણામની જેમ આ જિનાજ્ઞાના ઉલ્લંઘન વડે ધર્મ કરવાનો મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ઃ ૧૬ ******** ********************* *******rn
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy