SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ *********** ધર્મપરીક્ષા નથી.) (૩) આ અપ્રધાનતા-અર્થને જણાવનાર દ્રવ્યપદ સિવાયનો બીજો દ્રવ્યશબ્દ એ નયભેદને અનુસારે જાત-જાતની યોગ્યતાને વિશે જાણવો. અર્થાત્ જાત જાતની ભાવનિક્ષેપાની યોગ્યતાને સૂચવનાર એ દ્રવ્ય શબ્દ બને છે. (દા.ત. કોઈક સાધુનો આવતા ભવમાં વૈમાનિકદેવ તરીકે ઉપપાત થવાનો હોય તો એ સાધુ (અત્યારે દેવના ભાવનિક્ષેપાની યોગ્યતાવાળો હોવાથી) દ્રવ્યદેવ કહેવાય. (૪) આ દ્રવ્યશબ્દોના બે અર્થો બતાવ્યા. તેમાં અભવ્ય વિગેરે જે ગ્રન્થિનજીક રહેલા જીવો હોય તેમને અપ્રધાન દ્રવ્યક્રિયા હોય, જ્યારે અપુનર્બંધકાદિ રૂપ ગ્રન્થિનજીક વર્તી જીવોને ભાવાશાના કારણ તરીકેની યોગ્યતા વડે દ્રવ્ય આજ્ઞા હોય. અર્થાત્ પ્રધાન દ્રવ્યાન્ના હોય. (“નયભેદને લઈને જુદી જુદી યોગ્યતામાં દ્રવ્યશબ્દ વર્તે છે” એ વાત અમે કરી. તે આ પ્રમાણે “આવતા ભવમાં દેવ થનારા મનુષ્યાદિ આ જન્મમાં જન્મથી માંડીને જ દ્રવ્યદેવ કહેવાય’ એમ સ્થૂલનયો માને. જ્યારે “આવતા ભવમાં દેવ થનારા મનુષ્યાદિ આ ભવમાં દેવાયુષ્ય બાંધે ત્યારથી દ્રવ્યદેવ કહેવાય’’ એમ સૂક્ષ્મનયો માને. “દેવભવમાં જવાની તૈયારીવાળો, મૃત્યુ જ પામવાની ભૂમિકામાં રહેલો જીવ દ્રવ્યદેવ કહેવાય” એમ સૂક્ષ્મતર નય માને. આમ નયો પ્રમાણે દ્રવ્યશબ્દ જુદી જુદી યોગ્યતાને સૂચવનારો બને. આ વાત આગળ સ્પષ્ટ કરશે.) यशो० : अत्र हि द्रव्यशब्दस्य द्वावर्थौ- प्रधानभावकारणभावांशविकलं केवलमप्राधान्यम्, संग्रहव्यवहारनयविशेषाद् विचित्रमेकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं तत्तत्पर्यायसमुचितभावरूपं योग्यत्वं च । तत्र प्रथमार्थेनाभव्यसकृद्बन्धकादीनां द्रव्यक्रियाऽभ्यासपराणां द्रव्याज्ञा, द्वितीयार्थेन चापुनर्बन्धकादीनामिति वृत्तितात्पर्यार्थः । चन्द्र० : महोपाध्याया उपदेशपदपाठतात्पर्यं स्फुटीकुर्वन्ति - अत्र हि = उपदेशपदग्रन्थे । प्रथममर्थमाह- प्रधानभावेत्यादि, प्रधानं = अवश्यं कार्यजनकं यत् भावस्य = भावनिक्षेपस्य कारणं कारणत्वं, तद्रूपो यो भावांशः, तद्विकलम् । भावकारणत्वमपि हि भावांश एवेति । यतस्तादृशभावांशविकलं, अत एव केवलं अप्राधान्यम् । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૧૭ =
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy