SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા આમ “વિદુષોઽપિ” એ પદ વડે જ અતિવ્યાપ્તિ દૂર થઈ જતી હોવાથી “સ્વરસવાહિ” પદ નકામું છે. ઉત્તર : મારો અભિપ્રાય આ પ્રમાણે છે કે ‘ગુરુપરતંત્ર શિષ્યોને ખબર પડે કે “અમારા ગુરુનો અમુક પદાર્થ શાસ્રતાત્પર્યબાધવાળો છે” તો પણ તેઓ વિચારે કે “જો કે આ પદાર્થ શાસ્રતાત્પર્યના બાધવાળો જણાય છે, છતાં અમારા ગુરુ ગીતાર્થ હતા, એટલે એમણે દ્રવ્યક્ષેત્રાદિ જોઈને જ આ પદાર્થ કહ્યો હશે. એટલે એ શાસ્રબાધિત જણાય છતાં, દ્રવ્યક્ષેત્રાદિ વિચાર્યા બાદ અમણે એમને જે પદાર્થ કહ્યો એ જ અમારા માટે હિતકારી હશે.’’ આમ વિચારી તેઓ તે શ્રદ્ધાને ન પણ છોડે એટલે જો સ્વરસવાહી પદ ન મૂકો તો બાકીનું લક્ષણ આ લોકોમાં જતું રહે. આ સાધુઓ મિથ્યાત્વી ન કહેવાય. કેમકે ગુરુકથિત પદાર્થમાં શાસ્રતાત્પર્યબાધનું જ્ઞાન હોવા છતાંય ગુરુની ગીતાર્થતામાં શ્રદ્ધા મૂકીને એ પદાર્થ ઉપર શ્રદ્ધા રાખી રહ્યા છે. એટલે એમના મનમાં વ્યક્તિરાગ નહિ, પરંતુ ગીતાર્થતાની મહત્તા અંકાયેલી હોવાથી તેઓ મિથ્યાત્વી ન મનાય પણ લક્ષણ જતાં અતિવ્યાપ્તિ આવે. “સ્વરસવાહી” પદથી આ આપત્તિ નીકળી જાય. કેમકે શિષ્યોને કોઈ પરિપક્વ બીજો ગીતાર્થ સમજાવે કે “તમારા ગુરુ ગીતાર્થ હતા, એ વાત સંપૂર્ણ સાચી ! પણ આ પદાર્થમાં છદ્મસ્થતાદિને લીધે તેમનાથી ખોટું પ્રરૂપણ થઈ ગયું છે. વર્તમાન દ્રવ્ય, ક્ષેત્રાદિની અપેક્ષાએ પણ આ પદાર્થમાં ઘણા દોષો જણાય છે...' ranan આવી સમ્યક્ સમજણ પામીને તેઓ તે શ્રદ્ધાને છોડી દે. આમ તેઓની તે શ્રદ્ધા સ્વરસવાહી ન હોવાથી અતિવ્યાપ્તિ ન આવે. મહોપાધ્યાયજીનો આ જ અભિપ્રાય હતો કે બીજો કોઈક ? એનો મને ખ્યાલ આવતો નથી ! આ પદાર્થમાં બહુશ્રુત જે કહે છે એ જ પ્રમાણ.’ એમ ગુરુના વચન સાંભળતી વખતે પણ અગીતાર્થ ગુરુપરતન્ત્ર શિષ્યોને એક બાજુ શાસ્રતાત્પર્યબાધનું પ્રતિસંધાન હોય, જ્યારે બીજી બાજુ ગીતાર્થગુરુ પરની શ્રદ્ધાના કારણે તેમના વચન ઉપ૨ શ્રદ્ધા પણ હોય, પણ પાછળથી કોઈક વક્તા સારી રીતે સમજાવી દે તો એ શ્રદ્ધાને છોડી દે એવી કક્ષાની એ શ્રદ્ધા હોય.) મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૨૫
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy