SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 英英英英英英英英英英英英英英XXXXX英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英語 એ ઘર્મપરીક્ષા જવાનો આજનક श्री ननु भवतु नाम सर्वेषां प्रायोऽनन्ता द्रव्यक्रियाः ततोऽपि = तस्मादपि किं ? = किं * तेन भवान् कथयितुमिच्छतीति ? तास्वपि = न केवलं असकलासु, इत्यपिशब्दार्थः ।। ચન્દ્રઃ ઉપદેશપદનો પાઠ આ પ્રમાણે છે. જે કારણથી પ્રાયઃ તમામ જીવોને આખી જય દ્રવ્યલિંગક્રિયા અનંતી પસાર થયેલી છે. પણ ત્યાંય આ ઉત્પન્ન થયું નથી. (તે જ કારણથી શું ? એ તે ગ્રન્થમાંથી જાણવું.) કે આની ટીકાનો અર્થ: દ્રવ્યલિંગ = સાધુવેષ એજ જેમાં પ્રધાન છે તેવી સાધુક્રિયા દ્રવ્યલિંગક્રિયા કહેવાય. શુદ્ધસાધુપણામાં જ જે ઘટે એવી પ્રતિલેખન, પ્રમાર્જનાદિ ચેષ્ટાઓ અહીં દ્રવ્યલિંગક્રિયા સમજવી. આ ક્રિયાઓ દ્રવ્યલિંગપ્રધાન હોવાનું કારણ એ કે મિથ્યાત્વાદિમોહ રૂપી મેલ એમાંથી દૂર થયો નથી અને એ મેલ દૂર નથી થયો એનું મુ કારણ એ કે તેમાં પૂજા-સત્કારાદિની અભિલાષા પડેલી છે. (ટુંકમાં પૂજાદિની અભિલાષા છે માટે માનવું જ પડે કે આ ક્રિયાઓમાં - મિથ્યાત્વાદિમોહ રૂપી મેલ દૂર થયો નથી. અને એમ હોવાથી એ ક્રિયાઓ દ્રવ્યલિંગપ્રધાન જ કહેવાય.) આવી ક્રિયાઓ આ સંસારમાં સર્વજીવોને અનંતી = અનંત નામની સંખ્યાવિશેષવાળી પસાર થઈ ચૂકી છે. તે પણ પાછી ઓછી નહિ, પરંતુ તેવા પ્રકારની સામગ્રી મળવાથી આ તે સંપૂર્ણ ક્રિયાઓ પણ મળી છે. પ્રાયઃ એટલા માટે લખ્યું છે કે જે જીવો હજી અવ્યવહારરાશિમાં રહેલા હોય, તથા રે જે જીવો અવ્યવહારરાશિમાંથી થોડાક કાળ પૂર્વે જ બહાર નીકળ્યા છે તેવા જીવોને તો અનંતી દ્રવ્યક્રિયા સંભવી જ ન શકે. એટલે એ સિવાયના બાકીના જીવોની અપેક્ષાએ ૪ = આ વાત સમજવી. પ્રશ્ન : ભલે. પણ એનાથી તમે શું કહેવા માંગો છો ? (અમે એમ કહેવા માંગીએ છીએ કે, આવી સંપૂર્ણ એવી પણ અનંત કદ્રવ્યલિંગક્રિયાઓમાં આ ધર્મબીજ ઉત્પન્ન થયું નથી. (અહીં અવ્યવહારરાશિમાં રહેલાઓ અનંત દ્રવ્યક્રિયા ન પામે. એમ કહ્યું એટલે + અર્થપત્તિથી એ સિદ્ધ થઈ ગયું કે જે અનંત દ્રવ્યક્રિયા પામેલા હોય તે અવ્યવહારરાશિમાં રન જ હોય. તેમાંથી બહાર નીકળેલા હોય. હવે “અભવ્યો અનંતી દ્રવ્યક્રિયા પામ્યા છે” આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચનશોખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત ૧૧૫ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy