SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઘમપરીક્ષા ચન્દ્ર : (પૂર્વપક્ષઃ “સંપ્રદાય પ્રમાણે નિહ્નવાદિનો પણ અધ્યવસાય મુજબ સંખ્યાતાદિ સંસાર પ્રસિદ્ધ છે.” આ વાત અમે માનતા નથી. અને એટલે જ ગચ્છાચારના પાઠનો તમે કરેલો વિશેષાર્થ પણ અમે નથી માનતા. અમે તો એક જ વાત માનીએ કે “તીર્થોચ્છેદાભિપ્રાયવાળાઓનો નિયમા અનંતસંસાર થાય.” બોલો, આમાં અમને શું દોષ છે ?) ગુરુ : જો તમે અમારી વાત નહિ માનો અને તમારો કદાગ્રહ પકડી રાખશો કે “તીર્થોચ્છેદાભિપ્રાયવાળાઓને નિયમથી અનંત સંસાર થાય...” તો તમને મોટો વાંધો આવશે. કેમકે શ્રીકૃષ્ણે નરકમાં ગયા બાદ ધરતીના લોકો પોતાની સેવા-પૂજા કરે એવું કંઈક કરવા બલભદ્ર દેવને વિનંતિ કરી. અને બલભદ્રે એ પ્રમાણે ક૨વા લોકોને કહ્યું કે “અમે જ આ વિશ્વનું સર્જન, રક્ષણ અને વિનાશના કરનારા છીએ...” હવે આ તો સ્પષ્ટ ઉત્સૂત્રભાષણ જ હતું. આવું ભાષણ સાંભળીને લોકો કૃષ્ણાદિની પૂજા કરવા લાગ્યા. આમ મોટો મિથ્યાધર્મ ઉત્પન્ન થયો. નેમિનાથ પ્રભુથી માંડીને આજ દિન સુધી એ મિથ્યાત્વપરંપરા એકધારી ચાલે છે. આ મોટી અનવચ્છિન્ન મિથ્યાત્વપરંપરાનું એક માત્ર મોટામાં મોટું કોઈ કારણ બન્યા હોય તો એ બલભદ્ર જ છે. વળી આ રીતે જિનધર્મની પ્રભાવનાનો ઉચ્છેદ અને મિથ્યાધર્મની પ્રભાવના કરનાર એ બલભદ્ર તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા હતા એ ય સ્પષ્ટ છે. આમ તમારા મત પ્રમાણે તો ઉત્સૂત્ર પ્રરૂપક, તીર્થોચ્છેદાભિપ્રાયવાન બલભદ્ર જીવને પણ અનંતસંસારની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે. જ્યારે બલભદ્ર તો સમ્યદૃષ્ટિ વિશિષ્ટ મહાત્મા છે અને એમનો અલ્પકાળમાં જ મોક્ષ તમને ય માન્ય જ છે. માટે તમારી વાત બરાબર નથી. यशो० न चैतदशास्त्रीयं वचनम्, त्रिषष्टीयनेमिचरित्रेऽप्येवमुक्तत्वात् । तथाहि (૮-૧૨-૮૩) 'प्रतिपद्य तथा रामो जगाम भरतावनौ । तथैव कृत्वा ते रूपे दर्शयामास सर्वतः ।। एवमूचे च भो लोकाः ! कृत्वा नौ प्रतिमाः शुभाः । प्रकृष्टदेवताबुद्ध्या यूयं पूजयतादरात् ।। वयमेव यतः सृष्टिस्थितिसंहारकारिणः । वयं दिव इहायामो यामश्च स्वेच्छया विम् ।। निर्मिता द्वारकाऽस्माभिः संहृता च यियासुभिः । कर्त्ता हर्त्ता च नान्योऽस्ति स्वर्गदा वयमेव च ।। મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૬૯ -
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy