SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા परिभोगार्हत्वात् = भोगयोग्यत्वादिति । अयं भावः - यद्यपि ज्ञातोञ्छमपि द्विचत्वारिंशद्दोषरहितं सम्भवत्येव, तथापि तस्मिन् उद्गमादिदोषलेशावकाशात् सर्वथा शुद्धत्वस्य संशय एव । अज्ञातोञ्छन्तु प्राय उद्गमादिदोषरहितमेव भवतीति तत् अधिकं भोगयोग्यम् । तथा योऽकल्पिकः, स सामान्यतः श्रावकेषु प्रसिद्धो न भवति, ततश्च तदानीतः पिण्डः प्रायोऽज्ञातोञ्छमेव भवति । कल्पिकस्तु प्रायः श्रावकेषु प्रसिद्ध इति तदानीतः पिण्डोऽज्ञातो ज्ञातो वा सम्भवति । ततश्च यद्यपि कल्पिकानीतः पिण्डोऽज्ञातः सन् परिभोगार्हः सम्भवति । तथापि तस्य ज्ञातस्यापि सम्भवोऽस्ति, अकल्पिकस्य तु अज्ञात एव भवतीति स विशेषत उपभोगार्होऽस्तीति उत्सूत्रप्ररूपकाभिप्रायः । ચન્દ્ર : (૨૩) અકલ્પિક એટલે અગીતાર્થ ! (જેણે દશવૈ. નું પાંચમુ અધ્યયન સૂત્ર+અર્થથી સારી રીતે ભણ્યું નથી તે) તેના વિષયમાં યથાછંદ બોલે કે અકલ્પિક વડે લવાયેલ અજ્ઞાતગોચરી શા માટે ન વપરાય ? તેણે લાવેલી ગોચરી અજ્ઞાતોચ્છ હોવાથી એ તો કલ્પિક વડે લવાયેલ જ્ઞાતોચ્છ કરતા વધારે પરિભોગાર્હ = વાપરવા યોગ્ય છે. (અકલ્પિક નવો હોવાથી શ્રાવકોમાં અપ્રસિદ્ધ હોય એટલે એણે લાવેલી ગોચરી અજ્ઞાત હોવાની શક્યતા ઘણી છે. જ્યારે કલ્પિક શ્રાવકોમાં પ્રસિદ્ધ હોવાથી એણે લાવેલી ગોચરી જ્ઞાત અને અજ્ઞાત બે ય પ્રકારની હોઈ શકે છે. અહીં સાધુ શ્રાવકને કહે “આજે તારા ઘરે ગોચરી આવીશ' અથવા શ્રાવકની ગોચરીની વિનંતિ સ્વીકારીને કહે કે “સારું. આજે તારા ઘરે આવીશ” તો આમાં શ્રાવકને પહેલેથી ખબર પડી જાય છે કે “આજે મારા ઘરે સાધુ આવશે.” આવા શ્રાવકના ઘરે વહોરેલી ગોચરી એ જ્ઞાતોચ્છ કહેવાય. પણ જે શ્રાવકને ખબર જ ન હોય કે “આજે મારે ત્યાં સાધુ આવવાના છે.” તેવાના ઘરે લીધેલી ગોચરી અજ્ઞાતોચ્છ બને. જ્ઞાતોચ્છ એ દોષિત જ હોય તેવો નિયમ નથી. પરંતુ એમાં નાના-મોટા દોષો લાગી જવાની શક્યતા વધુ છે. કેમકે “મારે ત્યાં સાધુ આવવાના છે”એ જાણ્યા બાદ શ્રાવક થોડી ઘણી વધારે રસોઈ બનાવી દે, વધારાની વસ્તુ બનાવી દે... આ બધી શક્યતા છે. એટલે આ કારણસર શાસ્ત્રકારો અજ્ઞાતોચ્છને વધુ પ્રશંસનીય ગણે છે. કલ્પિક = ગીતાર્થ સાધુ તો શ્રાવકાદિમાં પરિચિત હોવાથી એને બધા વિનંતિ કરે, અને એ તે ઘરોમાં જાય... આ બધા કારણસર એની ગોચરી જ્ઞાત પણ હોઈ શકે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેશન સહિત ૫૧
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy