SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 3250 ધર્માંસા 'यत् सूत्रे विहितं न, न च प्रतिषिद्धं तथापि जने चिररूढमस्ति । एतादृशमपि वस्तु स्वमतिविकल्पितदोषाः = स्वमत्या तस्मिन्वस्तुनि विकल्पिता दोषा यैस्ते गीतार्था न दूषयन्ति । अत्र सर्वत्र गीतार्थाः संविग्नाः संविग्नपाक्षिका वाऽवश्यमपेक्षणीयाः । एतद्विचारणया यत्फलितं, तदाह ततश्चेत्यादि । स्पष्टम् । ચન્દ્ર૦ : જે કારણથી સ્વમતિકલ્પના મોટા અનર્થને કરનારી છે અને કલ્પનામાત્રથી પ્રલાપ કરવો યોગ્ય નથી, તે જ કારણસર મિથ્યાકલ્પનાના દોષોથી ગભરાયેલા ગીતાર્થો (શાસ્રોક્ત પદાર્થોને તો ઠીક પણ) શાસ્ત્રમાં ન દેખાતી એવી લાંબાકાળથી લોકમાં રૂઢ થયેલી વસ્તુને પણ ગમે તેમ (= ઘણા ગીતાર્થો સાથે ગંભીર વિચારણા કર્યા વિના) ખંડિત કરતા નથી, તોડી પાડતા નથી. ધર્મરત્નપ્રકરણમાં તે જ કહ્યું છે કે “સૂત્રમાં જે વસ્તુ કહેલી ન હોય કે નિષેધેલી ન હોય, છતાં લોકમાં લાંબાકાળથી રૂઢ હોય તેવી વસ્તુને પણ પોતાની મતિથી (એ વસ્તુમાં) દોષો કલ્પી લઈને દૂષિત કરવાનું કામ ગીતાર્થો કરતા નથી.” ગાથા-૧ પૂર્ણ ગાથા ૨ यशो० एतदेवाह सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जिणुत्तं ॥ २॥ स धर्मो यो जीवं धारयति भवार्णवे निपतन्तम् । तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम् ।।२।। चन्द्र० : यो जीवं भवार्णवे निपतन्तं धारयति स धर्मः, जिनोक्तं माध्यस्थ्यमेव तस्य परीक्षामूलमिति द्वितीयगाथान्वयार्थः । ચન્દ્ર૦ : જે જીવને સંસારસમુદ્રમાં પડતા અટકાવે, પકડી રાખે તે ધર્મ કહેવાય. પરમાત્માએ બતાવેલ માધ્યસ્થ્ય જ તે ધર્મની પરીક્ષાનું મૂળ છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૭ ૧૨ **********************
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy