SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ --**--**--** મીસા निह्रवादीनां परलोके उत्सूत्र भाषणात्मकपापप्रायश्चित्तप्रतिपत्तिर्न भवति" इति । - ચન્દ્ર : પૂર્વપક્ષ : હિંસા વિગેરે પાપો પરભવના હોય તો પણ એની પછીના ભવોમાં પ્રાયશ્ચિત્તની પ્રતિપત્તિ (સ્વીકાર) થઈ શકે. આ વાત અમને માન્ય છે. પરંતુ ઉત્સૂત્રભાષણથી ઉત્પન્ન થયેલા પાપના પ્રાયશ્ચિત્તનો સ્વીકાર તો પછીના ભવમાં ન જ થાય. એ ન થવાનું કારણ એ છે કે ઉત્સૂત્રભાષી નિહ્નવોને બાહ્યશુભક્રિયાઓના બલથી ભલે કિલ્બિષિકદેવપણાની પ્રાપ્તિ થઈ જાય. તો પણ એ દેવભવમાં એમને પૂર્વના ભવમાં કરેલા ઉત્સૂત્રભાષણાદિ પાપોનું સમ્યક્શાન હોતું નથી. અર્થાત્ “પૂર્વભવમાં મેં ઉત્સૂત્રભાષણાદિ કરેલા, માટે મને હલકું દેવપણું મળ્યું...” ઈત્યાદિ જ્ઞાન હોતું નથી અને આ જ્ઞાન ન હોવાને લીધે તેઓ દુર્લભબોધિ થાય છે એવું એવું શાસ્ત્રમાં કહ્યું છે. આમ ઉત્સૂત્રભાષી નિહ્નવોને દુર્લભબોધિ બતાવ્યા છે. હવે જો તેઓને પછીના ભવમાં પૂર્વભવસંબંધી ઉત્સૂત્રભાષણાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત સંભવતું હોત, તો તેઓ દુર્લભબોધિ ન જ બનત. કેમકે દુર્લભબોધિતા તો ઉત્સૂત્રભાષણાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત ન કર્યું હોય તો જ થાય. પણ આ બધા દુર્લભબોધિ તો થાય જ છે, માટે સિદ્ધ થયું કે પરભવમાં પૂર્વભવના ઉત્સૂત્રપ્રરૂપણાજન્ય પાપનું પ્રાયશ્ચિત્ત સંભવી શકતું નથી. યશો૦ યુવામ: (વાવે૦ ૧/૨/૪૭-૪૮) – वि देवत्तं ववन्नो देवकिव्विसे । तत्थ वि से न याणाइ किं मे किच्चा इमं फलं ।। तत्तो वि से चत्ताणं लब्भही एलमूअगं । णरगं तिरिक्खजोणि वा बोही जत्थ सुदुल्लहा ।। चन्द्र : पूर्वपक्ष: स्वमतसमर्थनार्थं आगमपाठं दर्शयति-यदागमः इत्यादि । दशवैकालिकगाथाक्षरार्थस्त्वयम् देवत्वं लब्ध्वाऽपि देवकिल्बिषिके उपपन्नः, तत्रापि स न जानाति किं कृत्वा ममेदं फलं । ततोऽपि च्युत्वा स एडमूकत्वं लप्स्यते, नरकं तिर्यग्योनि वा लप्स्यते । यत्र बोधिः सुदुर्लभा । ચન્દ્ર ઃ પૂર્વપક્ષ ઃ દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે દેવપણું પામીને પણ દેવકિલ્બિષિકમાં ઉત્પન્ન થયેલા તે જીવો ત્યાં દેવભવમાં પણ જાણતા નથી કે કયા પાપ કરીને મને આ ફળ મળ્યું છે ? ત્યાંથી પણ ચ્યવીને તેઓ બહેરામૂંગાપણાને પામશે, નરક કે મહામહોપાધ્યાય થશોવિજયજી વિચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૭૧૨૮
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy