SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : શીલવાનમાં “કષાયનિગ્રહ”ની વાત આવી જ જાય છે. તો પછી એ જ અર્થ બતાવનાર ઉપશાન્ત શબ્દ શા માટે લીધો ? ઉત્તર ઃ શીલવાનના ગ્રહણથી જ ઉપશાન્ત પદનો અર્થ આવી જ જાય છે. એમ છતાં ઉપશાન્ત વિશેષણ ગ્રહણ કરેલું છે, તો એ વિશેષણ કષાયનિગ્રહની પ્રધાનતા દર્શાવવા માટે છે એમ સમજવું. સંખ્યા શબ્દમાં F = સારી રીતે ન્યાયતે = પ્રકાશિત કરાય છે પદાર્થો જેના વડે તે સંખ્યા એવો અર્થ કરવાનો. પ્રજ્ઞા વડે બધા પદાર્થો સારી રીતે પ્રકાશિત કરાતા હોવાથી સંખ્યા = પ્રજ્ઞા અર્થ મળે. તે પ્રજ્ઞા દ્વારા સંયમાનુષ્ઠાન વડે પરાક્રમ કરનારા. આવા જે સાધુઓ છે, તેઓની પીઠ પાછળ નિંદા કરનારા મૂર્ખની બીજી બાલતા થાય. (આવી નિંદા કરનારનું નામ પણ પાપ છે એટલે સ્થવિત્ = ‘કોઈક’ એમ લખેલ છે.) એ નિંદા શા માટે કરે છે ? એનું કારણ બતાવે છે કે તેનું ભાગ્ય થાકી ગયું હોવાથી તે નિંદા કરે છે. અર્થાત્ તેનું સૌભાગ્ય મરી પરવાર્યુ છે, માટે જ એ આવું કુકૃત્ય કરે છે. ભાગ્યવાળાઓ આવા અધમ કામ ન કરે. અનુવદતઃ શબ્દનો બીજો અર્થ કરે છે કે બીજા કોઈક મિથ્યાદૃષ્ટિ વિગેરે વડે કહેવાયું કે “આ બધા (સંવિગ્નો).કુશીલ છે” આમ કહેવાયે છતે જે એનો અનુવાદ કરે કે “હા બરાબર છે. આ કુશીલ છે” તો એવો અનુવાદ કરનારા પાસસ્થાદિને બીજી બાલતા લાગુ પડે છે. यशो० यदि वा 'शीलवन्त एते, उपशान्ता वा' इत्येवमन्येनाभिहिते 'क्वैषां प्रचुरोपकरणानां शीलवत्तोपशान्तता वा' इत्येवमनुवदतो हीनाचारस्य द्वितीया बालता भवतीति । = ચન્દ્ર : “અનુવવૃતઃ ” કૃતિ પરમ્ય તૃતીયમર્થમાહ-યર્િ વા “શીતવન્ત તે, ઉપશાન્તા' इत्यादि स्पष्टम् । ચન્દ્ર ઃ (આચારાંગમાં રહેલા “અનુવવતા:” શબ્દનો જ ત્રીજો અર્થ કહે છે કે) અથવા “અનુવવત” શબ્દનો આ પ્રમાણે અર્થ છે કે કોઈ એમ બોલે કે “આ સાધુઓ શીલવાન છે, ઉપશાન્ત છે” એ સાંભળીને જે શિથિલો એમ બોલે કે “આ પુષ્કળ મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૨ *******
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy