SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉઘડે છે. પછી વાદી પ્રતિવાદીની પેડે તે બને ઘણે કલર કરવા લાગ્યા, ત્યારે ખલાસી લોકોએ કહ્યું કે, “હમણું તમે સ્વસ્થ રહે. બે દિવસમાં આપણું વહાણ સુવર્ણ કૂલ નામના બદરે પહોચશે, ત્યારે ત્યાં જાણીતા પુરૂ પાસે એ વાતને સંદેહ ટાળીશ. ” નિર્યામકના કહેવાથી શંખદત્ત સ્વસ્થ થઇને બેઠે ત્યારે શ્રીદત્તે વિચાર્યું કે, શંખતે આ કન્યાને સચેતન કરી, માટે ન્યાયપૂર્વક ઇન્સાફ કરનારા ન્યાયી પુરૂષે પણ એને જ આ કન્યા અપાવશે. માટે તેવો સમય આવ્યા પહેલાં જ હું કાંઈ ઉપાયની રચના કરૂં. ” એમ વિચારી રૂઝ બુદ્ધિવાળા શ્રી શંખદત્તને પોતાના ઉપર ધણોજ વિશ્વાસ બેસાડ્યો. પછી તે શ્રીદત તેને સાથે લઈ વહાણના છજામાં આવી બેઠો અને કહેવા લાગ્યા કે, “હે શંખદત્ત ! જે, આ આઠ મુખનો મર્યો જાય છે. ” એમ કહેવાથી શંખદત્ત ત્યાં આવી કૌતુકથી જુએ છે, એટલામાં મિત્ર શ્રી દત્ત શત્રુની પેઠે શંખદત્તને ધક્કા મારી સમુદ્રમાં નાંખે. જેને અર્થે સારા ભવ્ય છે પણ મિત્રહ જેવું મહા પાપ માથે લે છે, તે દેખાવામાં સારા મુખની, પણ ખરેખર જોતાં તે જેનું મુખ જોવા લાયક નથી એવી સ્ત્રીને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! ! દુટ બુદ્ધિવાળા શ્રી દત્તનું ધારેલું કાર્ય સિદ્ધ થવાથી ઘણે આનંદ પામ્યો, પણ સવાર થતાં બે પકાર કરી કહેવા લાગ્યો કે, હાય હાય! મહારે મિત્ર કેમ ક્યાંય દેખાતું નથી ?” જેમ સર્પ પિતાની અંદર વિષ ન હોય. તે પણ લેકને બતાવવા સારૂ ફણ કાઢે છે, તેમ કપટથી દિલગિરી દેખાડનાર શ્રદત્ત પણ પછી સુવર્ણકૂલબંદરે આવ્યો અને તેણે ત્યાંના રાજાને મહેટા હાથી ભેટ મોકલ્યા. આથી રાજા ખુશી થયા અને બહુ માન દઈ શ્રીદતને ઘણા ઉત્સવથી બંદર ઉપર ઉતાર્યો, અને તેને હાથીની કિસ્મત આપી બંદરને સર્વ કર માફ કર્યો. પછી એક મોટી વખાર લઈ શ્રીદત ત્યાં મોટો વ્યાપાર માં, તે કન્યાની સાથે પરણવા માટે શ્રીદતે પિતાને ઘેર લગ્ન નક્કી કર્યું. વિવાહની સર્વ સામગ્રી તૈયાર થવા માંડી. શ્રીદત્ત દરરોજ રાજસભામાં જતો હતો. એક વખત રૂપથી લક્ષ્મીને લજજા પમાડનારી રાજાની ચામરધારિણીને જોઈને તેણે તેનું સ્વરૂપ કઈ માણસને પૂછયું. તે માણસે કહ્યું, “એ રાજાની ૪૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy