SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તે અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત કરે. જે ભષ્ય જીવ મન વચન કાયાની શુહિં રાખી પ્રથમ રાત્રુંજય તીર્થનું સ્મરણુ કરે અને પછી આહારને ત્યાગ કરવાને અર્થે નાકારસી, પેરિસી, પુરિમમ્ડ, એકાશન, આંખિલ, છ, અઠમ, દશમ ( ચાર ઉપવાસ ), દુવાસ (પાંચ ઉપવાસ ), માસખમણ, અર્ધમાસખમણુ (૫દર ઉપવાસ) વગેરે પચ્ચખાણ કરે, તે પચ્ચખાણુનું પૂરેપૂરું ફળ પામે. શુત્રુંજય પર્વત ઉપર પૂજા તથા સ્નાત્ર કરવાથી જે પુણ્ય ભવ્ય જીવ પામે છે, તે પુણ્ય અન્ય તીર્થને વિષે ગમે તેટલું સુવર્ણ ભૂમિ તથા આભૂષણ દીધાથી પણ પામી શકે નહીં. ભવ્ય જીવ શત્રુંજય પર્વત ઉપર ધૂપ ઉવેખે તે પદર ઉપવાસનુ કપૂરનેદીવા કરે તેા માસખમણુનુ અને મુનિરાજને સૂઝતા આહાર આ પે તે કાર્તિક માસમાં કરેલા માસખમણતું પુણ્ય પ્રાપ્ત કરે છે. જેમ ખીજાં તળાવ, સરોવર, નદીએ વગેરે સ્થાનક જળમય કહેવાય છે, અને સમુદ્ર તેા જળને નિધિ કહેવાય છે, તેમ બોા સર્વે તીથૅ છે અને શત્રુ જય તે। મહા તીર્થ કહેવાય છે. તે શત્રુંજયની યાત્રા કરીને જેણે પોતાનુ કર્તવ્ય કર્યું નહીં, તે માથુમનાં મનુષ્ય બંત્ર, વિત, ધન અને કુટુંબ એ સર્વ શા કામનાં ? જેણે શત્રુંજય તીર્થને વદના કરી નહીં, તે મનુષ્ય, મ નુષ્ય ભવ પામ્યા છતાં પણ નહી પામ્યા એમ સમજવું. વળી જીવતાં છતાં પણ મુવા જેવા જાણવા, અને મોટા જાણુ હોય તે। પણ અજ્ઞાનીજ સમજ - વે. જો કે દાન, શીલ, તપ અને તીવ્ર ધર્મ ક્રિયાએ કરવી કાણુ છે, પણ સહજથી થઇ શકે એવી તીર્થંવદના કેમ બહુ માનથી ન કરવી ? જે પુરૂષ *છ–રી પાળીને પોતાને પગે શત્રુંજય તીર્થની યાવિધિ સાત યાત્રા કરે છે તે પુરૂષાને ધન્ય છે અને તે જગમાં માન્ય છે. વળી કહ્યું છે કે-જે પુરૂષ લાભટ ચવિહારા છડ કરીને શત્રુંજય તીર્થે સાત યાત્રા કરે, તે ત્રીજે ભવે સિદ્ધિ પામે છે. :) * એકલ આહારી~એક વખત જમવું ૧, સચિત્ત પુહારી-સચિત્ત વસ્તુ ત્યાગ કરવા ૨, બ્રહ્મચારો-બ્રહ્મચર્ય પાળવું ૩, પવચારી-પગે ચાલીને જવું ૪, ગુરૂ સહચારી–ગુરૂની સાથે ચાલવું પ, અને ભૂમિ સથારી-ભૂમિ ઉપર સૂઇ રહેવું ૬. એમ છ−રી કહેવાય છે. આ શબ્દને અપભ્રંશ ખરેડી પાળતા થઇ ગમે છે. ૩૩
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy