SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ "" સન્માન આપ્યું આ મૃગધ્વજ રાજાની કેટલી દક્ષતા, સરળતા અને ગ ભીરપણું ? પછી લક્ષ્મી સરખી કમળમાળાથી વિષ્ણુની પેઠે શાભતા મૃગધ્વજ રાજાએ ધણા આનંદથી નગરમાં પ્રવેશ કર્યો અને જેમ શંકરે ચંદ્રની કલા મસ્તકે ચઢાવી, તેમ પેાતાની સુંદર પ્રિય પત્ની કમળમાળાને રાજાએ પટ્ટરાણીના પદે સ્થાપી. તે ઉચિતજ કર્યું. “ જેમ યુદ્ધમાં જય મેળવનાર મુખ્ય રાજા છે અને પાયદળ વગેરે સેના તેને માત્ર મદદન કરે છે, તેમ પુત્રાદિક ઇષ્ટ વસ્તુ આપનાર મુખ્ય ધર્મજ છે અને મંત્ર વગેરે તે તેને સહાચ્ય માત્ર કરે છે. એમ વિચારી મૃગધ્વજ રાજાએ. પુત્ર પ્રાપ્તિને અર્થે એક દિવસે મત સ્થિર રાખી ગાંગલિ ઋષિએ આપે લા મત્રતા યથાવિધિ જપ કર્યાં. તેથી સર્વે રાણીઓને એકેક પુત્ર થશે. ઠીકજ છે. સર્વે કારણાના યાગ બરાબર મળી આવે તે કાર્યની સીધી થાયજ. મૃગધ્વજ રાજા સરળ સ્વભાવથી ચક્રવતી રાણીને બહુ માન આપતા હતેા; તા પણ પૂર્વે ભથારની સાથે વૈર ખાંધ્યું, તે પાતકથીજ અગર ખીજા કારણથી તેને પુત્ર થયા નહીં. એક દિવસે ક - ળમાળા રાણી રાત્રીના સમયે સુખે સૂતી હતી, તે વખતે દિવ્ય પ્રભાવથી તેણે સ્વમ જોયું અને રાજાને એવી રીતે કહ્યું કે, “ હે પ્રાણનાથ ! આજે થે।ડી રાત્રી બાકી રહી, ત્યારે કાંઇક ઉધતાં, કાંઈક જાગતાં એવી અવસ્થામાં મે′ સ્વપ્રમાં તે તાપસના આશ્રમના ચૈત્યને વિષે નિવાસ કરનારા શ્રી ઋષભદેવ ભગવાનને વંદના કરી. તેજ વખત પ્રસન્ન થએલા શ્રી ઋષભદેવ ભગવાને મને કહ્યું કે, “ હે ભદ્રે ! આ પેપટ તું લે અને ખીજી કોઇ વખતે તને હું એક હંસ આપીશ ” એમ કહી ભગવાને જાણે એક દિવ્ય વસ્તુ આપી હોયની ! એવા સર્વ અવયવાથી સુંદર પા પ મને આપ્યો. તે પ્રભુના પ્રસાદથી જાણે ચારે તરફ્થી અશ્વર્યની પ્રાપ્તિજ થઇ હાયની ! એવા મતે પરમ આનંદ ઉપજ્યા, અને તેજ સમયે હું જાગી ઉડી. માટે હે પ્રાણનાથ ! એચિંતા મળેલા આ સ્વમ રૂપ વૃક્ષતાં આપણુને કેવાં ફળ મળશે ? તે આપ કહો, ’ પરમાનદ રૂપ કંદને નવપલ્લવ કરવાને જાણે વરસતા મેધજ હાયની! એવું કમળમાળાનું વચન સાંળળીને સ્વપ્રમાં ફળ જાણનારા રાજાએ .૨૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy