SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ હારા પરાક્રમી સુભટો નગરની અંદર ચારે તરફ ઉભા રહીને શત્રની સાથે સાથે લડે છે; પણ “નાયક વિનાનું સૈન્ય દુર્બળ છે.” એ લેક પ્રસિદ્ધ કહેવતને અનુસરી પિતાને નાયક વિનાની સમજનારી હારી સેના શત્રુને શી રીતે જીતી શકે ? આવા પ્રસંગને લીધે આપણું બને જણથી નગરની અંદર શી રીતે જઈ શકાય ? માટે હે રાજન ! એમ વારી મનમાં ખેદ કરતો હું આ ઝાડ ઉપર બેઠે છું. ” હૃદયને છેદી નાંખે એવી પોપટના મુખથી આ વાત સાંભળતાં જ જાણે અંદર જવાનો માર્ગ મળી છે તેથી જ તે શું ? રાજા મનમાં સ. તાપવા લાગ્યો. અને તેણે મનમાં વિચાર્યું કે, “ દુષ્ટ આચરણવાળી સ્ત્રીના હૃદયની અંદર રહેલા કપટને ધિક્કાર થાઓ ! અને ચંદ્રશેખર રાજાનું પણ આ કેવું સાહસ ! તેના મનમાં બિલકુલ ભય જ નથી તેને પિતાના ધણીનું રાજ્ય હરણ કરવાની અભિલાષા થઇ ? આ તેનો કેટલે મોટો અન્યાય! એમાં ચંદ્રશેખરનો શું દોષ ? નાયક વિનાનું રાજ્ય લેવાની બુદ્ધિ કોને ન થાય ? કઈ રક્ષક ન હોય તે ખેતરને સુઅર જેવા સુક પ્રાણીઓ પણ ખાઈ જતા નથી કે શું ? અથવા પરવશ થઈ રાજ્યની આવી અવસ્થા કરનારા મને જ ધિક્કાર થાઓ. કઈ પણ કાર્યમાં વિવેક ન કરે, તે સર્વ આપદાની વૃદ્ધિ કરનારું છે. વિવેક વિના કાંઈ કરવું, થા. પણ મુકવી. કોઈ ઉપર વિશ્વાસ રાખ, દેવું લેવું, બોલવું, છેડી દેવું, ખાવું એ સર્વ માણસને ઘણું કરીને પાછળથી પસ્તા આપે છે. કહ્યું છે કે—જેની અંદર સારા ગુણે રહ્યા છે, એવું અથવા ગુણ રહિત કાર્ય કરવું હોય તો તે કરતાં પહેલાં પંડીત પુરૂષે યત્નથી તેનું પરિણામ વિચારવું જોઈએ, જેમ હદયાદિ મર્મસ્થળમાં પેકેલું શ૯ય મરણ સુધી હૃદયને દાહ કરનારી પીડા આપે છે, તેમ વિવેક વિના સહસાત્કારથી કરેલાં કાર્યો પણું મરણ સુધી પીડા કરે છે. જે રાજ્યની અભિલાષા મૂકી હોય એમ મનમાં પસ્તાવો કરે અને આ શું થયું !” એમ આશ્ચર્ય પામતા મૃગધ્વજ રાજાને પોપટે કહ્યું કે, “હે રાજન ! હવે નાહક પસ્તાવો ન કર. મહારા વચન પ્રમાણે કરવું હેય તે અશુભ કયાંથી થાય ? જાણીતા વૈવના કહેવા પ્રમાણે દવા કરે - ૧૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy