SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ મેં જડમૂળથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ તે જળથી એવા ય છે, પણ ત્યારે પ્રતાપ રૂપ ન અશિ શત્રુની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામે, હે કુમારરાજ ! મહારા તથા બીજા દેવતાની સહાયથી સંપૂર્ણ જગતને વિષે હારૂં ઈદની માફક એકછત્ર રાજ્ય થાઓ. લક્ષ્મીથી ઇંદ્ર ની બરાબરી કરનારો તું આલેકમાં સામ્રાજ્ય ભોગવતાં છતાં, દેવાંગનાઓ પણ સ્વર્ગમાં હારી કીર્તિનાં ગીત ગાતી રહે." હવે રત્નસાર કુમાર મનમાં વિચાર કર મ લાગે કે, “એ રાક્ષસ મહારા પુણ્યના ઉદયથી મને રાજ્ય આપે છે. પૂર્વે મેં તો સાધુ મનિસ જ ની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચ અણુવ્રત લીધું, ત્યારે રાજ્યના ગ્રહણને નિયમ કર્યો છે અને હમણ મેં એ રાક્ષની આગળ પોતે કબૂલ કર્યું છે કે, “ જે તું કહીશ, તે હું કરીશ.” એમ મહોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડે અને બીતરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ પર્વતને ઉંડા ખાડે, એક તરફ પારધી અને બીજી તરફ ફાંસો એ કહેવત પ્રમાણે હાલ મહારી સ્થિતિ થઈ છે. પોતાના વ્રતને વળગી રહીશ તે રાક્ષસની માગણી કટ જશે, અને રાક્ષની મા ગણે સ્વીકારીશ તો સ્વીકારેલા વ્રતનો ભંગ થશે. હાય હાય ! અરે રનસાર ! તું ઘણું સંકટમાં પડયે : અથવા બીને ગમે તેવી માગણી કરે તે કઈ પણ ઉત્તમ પુરૂષ, જે પોતાના ત્રો ભંગ ન થાય, તેજ વાત કબૂલ કરશે. કારણ કે, પિતાના વ્રતનો ભંગ થાય, ત્યારે બાકી શું રહ્યું છે જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની ? જેથી કાન તૂટી જાય, એવું સોનું હોય તો પણ તે શા કામનું ? જ્યાં સુધી દાંતા પડવાની વાત બનવાનો સંભવ નથી, ત્યાં સુધી જ વિચક્ષણ પુરૂષ કપૂર ભક્ષણ કરે. વિચક્ષણ પુરૂએ સરલતા, શરમ, લેબ વગેરે ગુણે શરીર માફક બાહ્ય જાણવા; અને સ્વીકારેલું વ્રત પિતાના જીવ સરખું જાણવું. તુંબનો નાશ થએ આરાનું શું પ્રયોજન ? રાજાને નાશ થએ સુભટોનું શું પ્રજન! મૂળ બળી ગયે વિસ્તારનું શું પ્રયોજન ? પુણ્યનો ક્ષય થએ ઔષધનું શું પ્રયોજન ? ચિત્ત શુન્ય થએ શાસ્ત્રોનું શું પ્રજન? હાથ કપાઈ ગએ શેનું શું પ્રયોજન ? તેમજ પિતાનું સ્વીકારેલું વ્રત ખંડિત ૩૮૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy