SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ કરિયાણાં પડયાં હતાં. સરોવર જેમ સરસ જળવાળું હોય છે, તેમ કોઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કંઇની દુકાનની હા હતી કે ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાન હતી; કોઈ ઠેકાણે સેના રૂપ આદી ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદી સુગધી વસ્તુવાળી સુગંધીની દુકાનો હતી. કોઈ ઠેકાણે હિમવંત પર્વતની માફક જાતજાતની આ ધીને રાંડ રાખનારી ગાંધીની દુકાન હતી; અને ભવ્ય છની ધર્મક્રિયા જેમ ભાવવિનાની હોય છે, તેમ કઈ ઠેકાણે ભાવ વિનાની આકલની દુકાન હતી; સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુવર્ણથી (સારા દસ્કતથી) ભરેલાં હોય છે, તેમ કોઈ ઠેકાણે સુવર્ણથી (સેનાથી) ભરેલી સરફની દુકાન હતી; મુક્તિપદ જેમ અનંત મુક્તાય (અનંતા સિદ્ધાથી શોભતું) છે, તેમ કોઇ ઠેકાણે અનંત મુક્તાઢય ( પાર વિનાના મોતીથી શોભતી) એની મોતીની દુકાન હતી; વને જેમ વિદ્રુમપૂર્ણ (સારા વૃક્ષથી વ્યાસ) હેય છે, તેમ કે ઠેકાણે વિદ્રમપૂર્ણ (પરવાળાથી વ્યાખ) એવી પરવાળાની દુકાન હતી; કોઈ ઠેકાણે રહણ પર્વતની માફક ઉત્તમ રનવાળી જવેરાતની દુકાન હતી કોઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષિત એવા કુત્રિકા પણ હતા; સુતેલા અથવા પ્રમાદી પુરૂષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે, તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્યતા દેખાતી હતી; પણ વિષ્ણુ જ્યાં જાય, ત્યાં જેમ તેની સાથે લમી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષ્મી દેખાતી હતી બુદ્ધિશાળી રતસાર કુમાર સર્વ રત્નમય તે નગરીને અનુક્રમે જેતે હતે. ઈદ જેમ પોતાના વિમાનમાં જાય તેમ રાજમડલમાં ગો. એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલ્લંઘન કરતો કુમાર ચક્ર વર્તીની માફક ચંદ્રશાળાએ (છેલ્લે મજલે) ગયો. પછી તેણે ત્યાં એક ઇંદ્રની શા સરખી ઘણી જ મનોહર રત્નજડિત શા દીઠી ઈ સરખો સાહસી અને ભય રહિત એ કુમાર ઘણું નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે તે શા ઉપર પોતાના ઘરની માફક હર્ષવડે સૂઈ રહ્યા. એટલામાં રાક્ષન માણસ ને પગની હાલચાલ જાણી ક્રોધ પામે, અને મહા વાઘ જેમ સિહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવે, ૩૭૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy