SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, તેમ મહારે અથવા હારા હાથ નીચેને અમલદારોને તે બિલંદર ચર આગળ કઈ પણ ઉપાય ચાલતો નથી. માટે આપને ઉચિત લાગે તે કરે.” પછી મોટા પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પોતે રાત્રિએ છુપી રીતે ચોરની ખોળ કરવા લાગ્યો. એક વખતે રાજાએ કઈ ઠેકાણે ખાત્ર દઈ પાછો જતે તે ચારને ચોરીના માલ સુદ્ધાં છે. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરૂષ શું ન કરી શકે ! ધુતારો બગલો જેમ માછલી પાછળ છાનોમાનો જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતને બરાબર નિર્ણય કરવાને સારૂ તથા તેનું સ્થાનક પણ જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યો. તે ધૂર્ત ચોરે પાછળ પડેલા રાજાને કોઈ પણ રીતે તુરત જ ઓળખો. દેવ અનુકૂળ હૈય તે શું ન થાય ! ધીટા અને તરતબુદ્ધિ એ તે ચાર ક્ષણમાત્રમાં રાજાની નજર ચુકવીને એક મઠમાં ગયો. તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપરા રહતે હતો. તે મહા શઠ ચોર તાપસ નિદ્રામાં હતો તેનો લાભ લઈ પોતાના જીવન બારભૂત થએલે ચોરીને માલ ત્યાં મૂકી કયાંક નાશી ગયો. ખાવપડ ચોરીની શોધ ખોળ કરનાર રાજા આમતેમ તેને ખોળાતો મઠમાં ગયે. એટલે ત્યાં ચોરીના માલ સહિત તાપસ તેને જોવામાં આવ્યું. રાજાએ ક્રોધથી તા પસને કહ્યું. “દુષ્ટ અને ચર એવા હે દંડચર્મધારી તાપસ ! ચોરી કરી હમણાંજ તું કપટથી સૂઈ રહ્યા છે ! ટી નિદ્રા લેનાર તને હું હમણાં જ મરણને શરણું કરીશ એટલે કે મહા નીદ્રા લાવીશ.” રાજાનાં વાત સરખાં આવાં કઠણ વચનથી તાપસ ભયભીત થ, ગભરાયો અને જાગૃત કર્યો હતો, તોપણ ઉત્તર દઈ શક્યો નહિ. નિર્દક રાજાએ સુભટ પાસે બંધાવીને તેને સવારમાં સૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો. અરેરે ! અવિચારી કૃત્યને ધિક્કાર થાઓ ! ! ! તાપસે કહ્યું. હાય હાય ! હે આર્ય પુરૂષ ! હું ચોરી કર્યા વિના તપાસ ન કરવાને લીધે માર્યા જઉં છું.” તાપસનું એ કહેવું સાચું હતું, તો પણ તે વખતે અધિક ધિક્કારને પાત્ર થયું. જ્યારે દેવ પ્રતિકૂળ થાય, ત્યારે અનુકૂળ કોણ રહે ? જુઓ, રાહુ ચંદ્રમાને એકલો જે તેને ગ્રાસ કરે છે, ત્યારે તેની મદદમાં કઈ ૩૭૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy