SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તેણે કનકધ્વજ રાજા પાસે જઈને જેવું જોયું હતું, તેવું સ્વમ કહ્યું સ્વમ વિચારના જાણ એવા રાજાએ પણ સ્વમનું ફળ કહ્યું. તે નીચે પ્રમાણે – “હે સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પંક્તિએ ચઢાવનારૂ અને જગમાં સારભૂત એવું એક કન્યાનું જેકું તને થશે.” એવું વચન સાંભળી કન્યાનો લાભ થવાનો છતાં પણ કુસુમસુંદરીને ઘણોજ હર્ષ થયે. ઠીકજ - છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ છેય તો કોને ન ગમે ? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઈ વખત જતાં ગર્ભના પ્રભાવથી તેનું શરીર ફીકું થઈ ગયું. જણે ગર્ભ પવિત્ર હોવાને લીધે પાંડુવર્ણના ભિષથી તે નિમળ થઈ હોયની ! ગર્ભમાં જડને રાખનારી કાદબિતી. (મેઘની પક્તિ) જે કૃષ્ણવર્ણ થાય છે, તો ગભમાં મૂઢને ન રાખનારી કુસુમસુંદરી પાંડુવર્ણ થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને હંમરૂપ જેડાને પ્રિય છે, તેમ અવસર આવે કુસુમસુંદરીને એક વખતે બે પુત્રીનું જોડું અવતર્યું. રાજાએ પહેલી પુત્રીનું અશોકમજરી અને બીજીનું તિલકમંજરી એવું નામ રાખ્યું. જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતાઓ વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓએ લાલન પાલન કરેવી બને કેન્યાઓ ત્યાં મોટી થવા લાગી. તે બન્ને થોડા દિવસમાં સર્વે કળાઓમાં નિપુણ થઇ. બુદ્ધિશાળી મનુષ્યને બુદ્ધિથી બની શકે એવું કાર્ય કરતાં શી વાર? પહેલેથી તે કન્યાઓની રૂપ સંપદામાં કાંઈ ખામી નહતી, તથાપિ સ્વભાવથી જ સુંદર વનબી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શોભે છે, તેમ તે નવી વોવન દશા આવે વધારે શોભવા લાગી. કામદેવે જગતને જીતવા મોટે બે હાથમાં પકડવામાં બે ખીજ ઉજ્જવળ કરી રાખ્યાં હેયની ! એવી તે કન્યાઓની શોભા દેખાતી હતી. સર્પની બે જિહા માફક અથવા દૂર ગ્રહનાં બે નેત્ર માફક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પોતાનું મન વશ રાખવામાં કોઈનું બે ટકી ન રહ્યું. સુખમાં, દુઃખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક બીજીથી જૂદી ના પડનારી, સર્વે કાર્યોમાં અને સર્વ વ્યાપારમાં સાથે રહેતી, નારી તથા શિલથી અને સર્વ ગુણોથી માંહોમાંહે સરખી એવી તે કન્યાઓની ૩૪૭
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy