SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ–પુરૂપ વગર કારણે ક્રોધાદિકથી પિતાની સ્ત્રીની આગળ “ હારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાનવચન ન કહે, કાંઈક અપરાધ થયો હોય તે તેને એકાંતમાં એવી શીખામણ છે કે, પાછો તે તેવો અપરાધ ન કરે. ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતો તેની આ ગળ કહે નહીં. “હારા ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન બોલવાં, એનું કારણ એ છે કે, કોણ એવો મર્મ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે—બે , સ્ત્રીના વશમાં પડેલ પુરૂષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણીને છાંટો પણ ન પામે, અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરૂષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટક્તો રહે, અથવા નરકાવાસ ભગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓને ભર્તાર થવું, એ ઠીક નથી. કદાચ કાંઈ યોગ્ય કારણથી પુરૂષને બે સ્ત્રીઓ પરણવી પડે, તે તે બનેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈને પણ વાર ખંડિત ન કરે. કારણ કે, શોક્યનો વાર તેડાવીને પિતાના પતિની સાથે કામસંગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતનો બીજો અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણુ ક્રોધે ભરાણી હોય તે તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સોમદત્તની સ્ત્રીની પેઠે સહસાકારથી કુવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હમેશાં નરમાશથી વર્તવું. કોઈ કાળે પણ કઠોરપણું ન બતાવું. કેમકે, giાસ્ટર મામ્ (પાંચાલ કષિ કહે છે કે, સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી.) નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વે કામ સિદ્ધ થએલાં - ખાય છે. અને નરમાશ ન હોય તો કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થએલો પણ અનુભવમાં આવે છે. નગુણ સ્ત્રી હોય તે બહુજ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે (નગુણું) સ્ત્રીથીજ કોઈ પણ રીતે પોતાનું ગૃહસૂત્ર ચલાવવું, અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લેવો. કારણ કે, “ગુ ૩૦૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy