SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે ઉત્તરોત્તરથી બધા થાય તો પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કર્યું. તે એ રીતે કામને બાધા થાય તે પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું. કારણ કે, ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તે કામ ઇચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બનેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી. કેમકે, અર્થ અને કામનું મૂળ ધર્મ છે. કેમકે- ગમે તે કોપરીમાં ભિક્ષા માગીને પિતાની આજીવિકા ચલાવતે હેય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું ધનવાન છું.” કારણ કે, ધર્મ તેજ સમ્પરૂષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણમાં પશુ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –જેટલી નાની પેદાશ હોય, તેના ચોથા ભાગને સંચય કરે; બીજે ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડ; ત્રીજે ચે ભાગ ધર્મમાં તથા પિતાના ઉપભોગમાં લગાડ; અને ચોથે ચતુર્થ ભાગ કુટુંબના પિષણને અર્થે ખરચવે. કેટલાક એમ કહે છે કે–પ્રાપ્તિનો અર્થો અથવા તે કરતાં પ૭ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપર, અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સ કાર્યો કરવાં. કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે. કેટલાક લેકો કહે છે કે ઉપર આપેલા બે વચનમાં પહેલું વચન પરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષમી કેને વલ્લભ નથીપણ અવસર આવે પુરૂષ તે બન્નેને તણખલા કરતાં પણ હલકા ગણે છે. ૧ યશનો ફેલાવ ક હય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રોને માટે કાંઈ કરવું હોય, ૪ પિતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરે હૈય, ૭ શત્રુને ક્ષ કરવો હોય, અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય, તે ડાહ્યા પુરૂષો (એ આઠ કૃમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરૂષ એક કાંકિણ ( પૈસાને - ૨૭૭
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy