SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ખેટ ખમવી જ પડે. કોઇ સમયે દૈવથી ધનની ઘણી હાનિ થાય, છે પણ વિવેકી પુરૂષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે પાટ ગએલું દ્રવ્ય ધમર્થ ચિંતવવું. તેમ કરવાનો માર્ગ ન હોય તે તેને મનથી ત્યાગ કરવો, અને લેશ માત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે-છેદાય વૃક્ષ પાછો નવપલ્લવ થાય છે, અને ક્ષીણ થએલો ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે. એમ વિચાર કરનારા પુરૂષો આ પકાળ આવે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બન્ને હેટા પુરૂષોને ભોગવવી પડે છે. જુઓ, ચંદ્રમાને વિષેજ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હું આમ્રવૃક્ષ! “ફાગણ માસે હારી સર્વ શોભા એકદમ હરણ કરી ” એમ જાણું તું શા માટે ઝાંખો પડે છે? ડા સમયમાં વસંતઋતુ આવે છતે પાછી પૂર્વે હતી, તેવીજ હારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દાંત કહેવાય છે, જે નીચે પ્રમાણે છે – પાટણમાં શ્રીમાળી નાતનો નાગરાજ નામે એક કટિધ્વજ શ્રેણી હતા, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી થઈ છતે નાગરાજ શ્રેણી કેલેરાના રોગથી મરણ પામ્યો. શ્રેણીને પુત્ર નથી” એમ જાણી રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પિતાને પિયર ળકે ગઈ. ગર્ભના સુલક્ષથી મેલાદેવીને અમારી પડડ વજાવવાને હલ ઉપન્ન થશે. તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવે પુત્ર થયો તેનું અન્ય એવું નામ રાખ્યું તે લોકોમાં “આ ભડ” એ નામે પ્રખ્યાત થયો. પાંચ વર્ષને થશે ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજ બાળકોએ એને ઉપહાસથી “નબાપ, નબાપો,” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણું આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પુછયું માતાએ સત્ય વાત બની હતી, તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે, અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પર. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટી ધ્વજ થયું. તેને ત્રણ પુત્ર થયા.. ૨૪૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy