SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ લત્તાંત. ૮ તેમની ફીદાગીરી એવી તો સચોટ હતી કે જેની સાબીતીમાં તેમણે એવા તે અનુપમ પુરાવા રજુ કર્યા છે કે જેનું અનુકરણ કરવા માટે અન્ય સ્વામી બાંધને લાલચ થાય તેમ માની તેમની પદ્ધતિ વિરૂદ્ધપણ અમે આ મહાત્માનું જીવન ચરિત્ર બારીક રીતે આલેખવાને આ તક જવા દઈ શક્તા નથી. ૧૮૫૭ની સાલમાં મુની શ્રી હરખ મુનિજીએ ગણીપદ સ્વીકાર્યું તે નિમિત્તે રૂ. ૨૫૦૦૦)ની રકમ કાઢી તેને ધર્મચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર કુંડનું નામ આપી અન્ય જનબંધુઓને આ ઉત્તમ કામ તરફ હાથ લંબાવવાની તક આપી હતી, જે રકમ આજે વધીને રૂ. ૪૦૦૦૦) હજાર ઉપરાંતની થવા આવી છે. આપણી જૈન કોન્ફરન્સના પિતા તુલ્ય ગણાતા જયપુર નિવાસી મી, ગુલાબચંદજી ઠઠાના સમાગમમાં મહૂમ શીખરજીની યાત્રાથી પાછા ફરતાં જયપુરની મુલાકાતે જતા આવ્યા હતા, જેમની સાથે જૈન કોમની ઉન્નતિ અર્થે કોન્ફરન્સ સ્થાપવાની વાતચીત થતાં આ ધર્મવીરે મી. ઢઢાના વિચારોને પુષ્ટી આપી તેમના એ કાર્યમાં મદદ આપી તેમને ઉશ્કેર્યો અને કોન્ફરન્સની શરૂઆતમાં પિતાના પુત્ર મી. ગુલાબચંદ તથા સ્નેહી દીપચંદ માણેકચંદને તેમાં ભાગ લેવા મેકલી મી. ઢઢાના પ્રયાસને ફક્ત વચનોથી જ નહીં પરંતુ તન, મન, ને ધનથી દરેક મદદ આપી કોમની ઉન્નતિ કરવા તરફના પ્રયાસને અગત્યતા આપી હતી. બીજી વેતાંબર કોન્ફરન્સ પાલીતાણે ભરવાની અડચણ જણાતાં તેને મુંબઈમાં મેળવવા પિતાનો અભિપ્રાય દર્શાવી મુંબાઈમાં મેળવવા જીગરથી મદદ પુરી પાડી હતી જેની ઉપકારીક નેંધ મરહુમ શેઠ ફકીરચંદ પ્રેમચંદને માનપત્ર આપવાના એક પ્રસંગ વખતે શેઠ માણેકલાલ ઘેલાભાઈએ લીધી હતી. જીર્ણોદ્ધાર તરફનો પ્રેમ, જૈન શાસનનો ઉપદેશ જીર્ણોદ્ધારને પોતાનું અંગ માને છે અને તેથી દરેક શ્રાવક બંધુએ તે કામ પાછળ માત્ર જીભ હલાવવી તેને પણ પુણ્ય હાંસલ થવાનું ફરમાન છે, તે આપણું ચરિત્ર નાયક જેવા ધર્મ પરાયણ શેઠે આપણું કોમમાં નાણાની જોગવાઈ ધરાવતા હેવાથી તેવા કામમાં
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy