SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તામણિરત્ન હાથમાં લીધું, અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચં દ્રમા ઉપર એમ આમ તેમ દષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પાડયું. તેથી પુણ્યસારના સર્વ મનોરથનો ભંબ થયો. પછી એક સરખા દુઃખી થએલા બને ભાઈ પોતાને ગામે આવ્યા. એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાને પૂર્વભવ પૂછ્યું. ત્યારે જ્ઞાનીએ કહ્યું. “ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકોએ ઘણું એકઠું થએલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સંપ્યું. તે બન્ને શેઠોએ સોપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પિતાને માટે કઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું, અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી “એ પણ જ્ઞાનનું જ કામ છે' એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર ક્રમ લખનારને આપ્યા. જિનદાસ શેઠે તો એક દિવસ વિચાર કર્યો કે, “સાધારણ દ્રવ્ય તો સાતેક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મહારા કામને અર્થે વાપરું તો શી હરકત છે ?” એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રમ્ભ ધરમકામમાં વાપ. પછી તે બન્ને જણું કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. વેદાંતિઓએ પણ કહ્યું છે કે–પ્રાણ કંઠગત થાય, તે પણ સાધારણ દ્રવ્યનો અભિશાપ ન કરે. અગ્નિથી બળી ગએલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણે તે પાછે રૂઝતો નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરૂની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભોગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે. નરકમાંથી નીકળીને તે બન્ને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકે ગયાં. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેદ્રિય, : - ક વીશ કોડીયે એક કાંકિણી, ચાર કાંકિણીયે એક પણું, અને તેવા સેળ પણે એક દ્રમ્ભ થાય. - ૨૦૪
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy