SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસરતું થાય તેમાં શી નવાઈ ? દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવવાં જ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં વાર જ થાય છે, ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યની કાર્યસિદ્ધિ તે પિતે અંગ મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતિનો દેહલે દુઃખથી પૂર્ણ કરાય એવું હતું, તે પણ રાજાએ ઘણા હર્ષથી તેનો સંપૂર્ણ દેહલે તત્કાળ પૂર્ણ કર્યો જેમ મેરૂ પર્વત ઉપર ની ભૂમિ પારિજાત કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રિતિમતી રાણીએ આગળથી જ શત્રુને નાશ કરનારો પુત્ર પ્રસબે. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થ. - રાજધર રાજાને પુત્ર જન્મ સાંભળી ઘણેજ હર્ષ થયા. તેથી તેણે પૂર્વે કોઈ સમયે ન કરેલો એ મોટો તે પુત્રને જન્મોત્સવ વગેરે તે સમયે કર્યો, અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટનું માફક મૂક્યું. ત્યારે ઘણી સંતુષ્ટ થએલી પ્રીતિમતી રાણીએ પિતાની સખીને કહ્યું કે, “હે સખી! તે ચતુર હસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એ ઘણેજ ઉપકાર મહારા ઉપર કર્યો તે હંસના વચન પ્રમાણે કરવાથી નિધન પુરૂષ જેમ દૈવયોગથી પિતાથી મેળવી ન શકાય એવો નિધિ પામે, તેમ મહારાથી મેળવી ન શકાય એવું જિનધર્મ રૂપ એક રન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રતિમતિ આમ બેલે છે, એટલામાં માંદા માણસની પડે તે બાળક એકાએક આવેલી મૂછથી તત્કાળ બેભાન થઈ ગયું, અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂછ ખાઈ બેભાન થઈ. તુરત પરિવારના તથા આસપાસના લોકોએ “દષ્ટિદોષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે,” એમ મનમાં કલ્પના કરી ઘણું ખેદથી ઉચે સ્વરે પિકાર કર્યો કે, “હાય હાય! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું?” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લોકોએ ત્યાં આવી છે માતા પુત્રને શીતળ ઉપચાર કર્યા. તેથી થોડી વારમાં જ બાળક અને તેને ની પાછળ તેની માતા પણ સચેતન થઇ. પૂર્વકર્મનો વેગ ઘણો આશ્ચર્ય કારી છે. તે જ સમયે સર્વત્ર આ વાતની વધામણી ગઈ. રાજપુત્રને ઉત્સવ ૧૭૫
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy