SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ આચાં , અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. અદેખાઈનાં એવાં કડવાં ફળ છે માટે હેવ કરે નહી.. આ ઠેકાણે સર્વે ભાવપૂજા (જિનેશ્વરની આજ્ઞા પાળવી) એ ભાવસ્તવ જાણો. જિનાજ્ઞા સ્વીકાર રૂપ, અને પરિવાર રૂપ એવી રીતે બે પ્રકારની છે. તેમાં શુભકર્મનું સેવન કરવું તે સ્વીકાર રૂપ આજ્ઞા જાણવી, અને નિષિદ્ધને ત્યાગ કરવો તે પરિહાર રૂપ આજ્ઞા જાણવી. સ્વીકાર રૂપ આજ્ઞા કરતાં પરિહાર રૂ૫ આજ્ઞા શ્રેષ્ઠ છે. કારણ કે, નિષિદ્ધ એવા પ્રાણાતિપાત પ્રમુખ સેવન કરનારે મનુષ્ય ગમે તેટલું શુભકર્મ કરે, તે પણ તેથી વિશેષ ગુણ થતું નથી. જેમ રેગી માણસના રોગની ચિકિત્સા આષધને સ્વીકાર અને અપથ્યને પરિવાર એ બે પ્રકારથી કરાય છે. રોગીને ઘણું ઔષધ આપતાં પણ તે જે પ ( ચરી) પાળે નહી, તો તેને રાગ મ તે નથી વળી કહ્યું છે કે–રોગ દવા વગર ફક્ત ચરીથી જ મટે છે, પણ ચરી ન પાળે તે સેકડે દવાથી પણ રોગ મટે નહીં. એ રીતે જિનભગવાનની ભકિત પણ નિષિદ્ધ આચરણ કરનારને વિશેષ ફળવાળી થાય નહીં. જેમ ચરી પાળનારને દવાથી આરામ થાય છે, તેમ સ્વીકાર રૂપ અને પરિવાર રૂપ બે આજ્ઞાને એમ થાય તો સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસરીએ પણ કહ્યું છે કે –હે વીતસગ! તમારી પૂજા કરવા કરતાં તમારી આજ્ઞા પાળવી બહુ લાભકારી છે. કારણ કે, આજ્ઞાની આરાધના કરી હોય તે શિવસુખ અને વિરાધના કરી હોય તે ભવની વૃદ્ધિ થાય છે. હે વીતરાગ ! તમારી આજ્ઞા હમેશાં છાંડવા યોગ્ય વસ્તુના ત્યાગ રૂ૫ અને આદરવા યોગ્ય વસ્તુના આદર રૂપ હોય છે. આશ્રવ સર્વથા છાંડવા યોગ્ય છે, અને સંવર સર્વથા આદરવા યોગ્ય છે. પૂર્વાચાએ દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું ફળ કહ્યું છે. તે આ રીતઃ-કવ્યસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે બારમા અમ્યુત દેવલક સુધી જાય છે, અને ભાવસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. દ્રવ્યસ્તવ કરતાં જે પણ કાંઈક પકાય છની ઉષમર્દનાદિક વિરાધના થાય છે, તે પણ કૂવાને દષ્ટાંતે ગૃહસ્થ જીવને તે ( દ્રવ્યસ્તવ ) કરે ઉચિત છે. કારણ કે, તેથી કર્તા (દ્રવ્ય ૧૬૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy