SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પછી સરૂએ સ્થાપન કરેલો, હોટે ઉસેવે આણે અને દફૂલાદિ શ્રેષ્ઠ વસ્ત્રથી શોભતે એવો મહાધ્વજ ત્રણ પ્રદક્ષિણ તથા બલિદાન પ્રમુખ વિધિ કરીને ચઢાવે. ત્યાં સર્વ લોકેએ શક્તિ માફક પહેરામણું મૂકવી. પછી ભગવાન આગળ મંગળદીવા સહીત આરતીને હૉત કર. તેની પાસે શગડી મૂકવી ને તેમાં લવણ અને જળ નાંખવાં. उवणेउ मंगलं वो, जिणाण मुहलालिजालसंवलिआ ॥ तिच्छपवत्तणसमए, तिअसविमुक्का कुसुमवुछी ॥ १ ॥ તીર્થકરના તીર્થ પ્રવૃત્તિને અવસરે શબ્દ કરતા ભ્રમરના સમુદાયથી યુક્ત એવી દેવતાની કરેલી પુષ્પવૃષ્ટિ તમને કલ્યાણકારી થાઓ. ૧ છે. એ મંત્ર કહી પ્રથમ પુષ્પ વૃષ્ટિ કરવી. પછી– उअह पडिभग्ग पसरं, पयाहिणं मुणिवई करेऊणं ॥ पडइ सलोणत्तणल- ज्जिअं व लोणं हुअवहंमि ॥ १ ॥ જુઓ, લવણ જાણે પોતાના લાવણ્યથી લજિત થયું અને કાંઈ ઉપાય ન રહેવાથી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ અગ્નિમાં પડે છે. - ઈત્યાદિ પાઠ કહીને જિનેશ્વર ભગવાન ઉપરથી ત્રણ ફૂલ સહિત લવણ જળ ઉતારવા વગેરે કરવું પછી અનુક્રમે પૂજા કરવી, તે પછી આરતી કરવી તે આ રીતે -આરતીને વખતે ધૂપ ઉખે, બે દિશાએ ઉંચી અને અખંડ કળશ જળની ધારા દેવી. શ્રાવકોએ પૂલના પગર વિ. ખેરવા. શ્રેષ્ઠ પાત્રમાં આરતી રાખી मरगय माणि धडिय विसा-ल थाल माणिकमंडिअपईवं ॥ Fચરિત્ત, મમઃ કિરિ તુ છે ? વગેરે પાઠ કહીને પ્રધાન પાત્રમાં રહેલી આરતિ ત્રણ વાર ઉતારવી. ત્રિષષ્ટિચરિત્રાદિ ગ્રંથમાં કહ્યું છે કે–પછી ઈ કૃતકૃત્ય પુરૂષની પેઠે કાંઈક પાછા ખસી ફરી આગળ આવી ભગવાનની આરતિ ગ્રહણ કરી. ઈદ્ર બળતા દીવાઓની કાંતિથી શોભતી આરતી હાથમાં હોવાથી દેદીપ્યમાન આષધીના સમુદાયથી ચળકતા શિખરે કરી જેમ મેરૂ પર્વત સુંદર દેખાય ૧૫૭
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy