SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિષે હંસનું બચ્યું . તેને વિમળાચળના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. “ પૂર્વભવે મેં સભ્યપ્રકારે જિનમહારાજની આરાધના કરી નહીં, તેથી મને તિર્યંચપણું પ્રાપ્ત થયું.” એમ વિચારી તે હંસબાળક ચાંચમાં લાવેલા કુલથી નિમહારાજની પૂજા કરવા લાગે. ઉદકથી બે પાંખો ભરીને તે ભગવાનને હવરાવે. એવી આરાધના કરી, મરણ પામી મંત્રીને જીવ હંસ, સધર્મ દેવલોક્યાં દેવતા છે. તે ત્યાંથી આવીને હાલમાં મૃગધ્વજ રાજાનો- હંસરાજ નામે પુત્ર થયો છે.” શ્રીદત મુનિશજનું એવું વચન સાંભળવાથી મને જાતિસ્મરણની પેઠે પૂર્વભવના સર્વ વૈરનું સ્મરણ થયું. અને “હંસને હમણાં મારી નાંખું” એમ અહંકારથી જ૫ના કરતે હું અહિં આવ્યું. આવતાં મારા પિતાએ મને ઘણે વાર્યો, તો પણ મેં તેનું વચન માન્યું નહીં. અહિં આવ્યા પછી હારા પુત્ર હમણાં સંગ્રામમાં મને છે. ભાગ્યથી મળેલાં એવા એજ વૈરાગ્યથી હું શ્રીદત્ત મુનિરાજની પાસે દીક્ષા લઈશ ” દુષ્કર્મ રૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન શરે એમ કહી પિતાને સ્થાનકે આવી તુરતજ દીક્ષા લીધી. ઠીકજ છે, ધર્મના કાર્યમાં ઉતાવળ કરવી એજ બહુ વખાણવા લાયક છે. જે માણસનું જે ચીજ ઉપર મન હેય, તે ચીજ ઉપર આસક્ત થએલા બીજા માણસને જોઇને તે ઘણો જ ઉત્સુક થાય છે એવી રીતે છે, તેથી મૃગજ રાજા પણ દીક્ષા લેવાને ઘણે આતુર થઈ મનમાં વિચારવા લાગ્યું કે, “ શાશ્વત આનંદને મેલાપ કરનારે વૈરાગ્યરંગ હજુ કેમ હારા ચિત્તમાં ઉત્પન્ન થતું નથી? અથવા કેવળી ભગવાને તે વખતે કહ્યું છે કે, “જ્યારે તું ચંદ્રવતીના પુત્રને જોઈશ, ત્યારે તને યોગ્યતાની પ્રાપ્તિ થવાથી સારો વૈરાગ્ય થશે.” “ચંદ્રવતીને તે હજુ પણ વંધ્યાની પહે પત્ર થતો નથી, માટે શું કરું ?” એમ વિચાર કરતો મગધ્વજ રાજા એકાંતમાં બેઠે હતો, એટલામાં તરૂણ અવસ્થાથી ઘણું શોભતા એવા એક પુરૂષે ત્યાં આવી મૃગધ્વજ રાજાને નમસ્કાર કર્યો. રાજાએ “તું કોણ છે?” એમ તેને પૂછ્યું. તે પુરૂષ રાજાને ઉત્તર આપે છે, એટલામાં દિવ્ય આકાશવાણી ઉત્પન્ન થઈ, કે “હે રાજન ! એ (આવેલે પુરૂષ) ચંદ્રાવતીને પુત્ર છે, એમ તું જાણું. આ વાતમાં તને જે કાંઇ સંશય
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy